યુક્રેન (Russia Ukraine war) પર રશિયાના સતત હુમલાઓને કારણે દેશની આંતરિક પરિસ્થિતિમાં વિકટ બની ગઈ છે. સ્થાનિક નાગરિકોની સાથે ભારતીય લોકોનું જીવન પણ ત્યાં સતત જોખમમાં આવી ગયુ છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સ્થળાંતર માટેની ખાસ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે લોકોને યુક્રેનથી પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવશે.
સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને પગલે યુક્રેને ગુરુવારે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જે બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી પરત ફરવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર યુક્રેનના પડોશી દેશો મારફતે ભારતીયોને પરત લાવવાના માર્ગો પર ચર્ચા કરી રહી છે. જો કે, આ ફ્લાઈટ્સની સમય મર્યાદા શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અનુસાર, હાલમાં યુક્રેનના વિવિધ ભાગોમાં લગભગ 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમ જેમ તણાવ વધતો ગયો અને રશિયન આક્રમણનો ખતરો વધુ વાસ્તવિક બન્યો, ત્યારે દૂતાવાસે એક ઓનલાઈન ફોર્મ પ્રસારિત કર્યું. જે અંતર્ગત યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.
Government of India will arrange evacuation flights for Indian nationals in Ukraine, cost will be borne by the government: Sources
— ANI (@ANI) February 25, 2022
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ