
માર્ચ 2026માં ગોલ્ડ અને સિલ્વરમાં જ્યારે ભારે કરેક્શન આવ્યું, ત્યારે ઘણા રોકાણકારો ચિંતામાં પડ્યા હતા. પણ World Gold Council ના તાજા આંકડા હવે એક નવો સંકેત આપી રહ્યા છે — ગ્લોબલ ગોલ્ડ ETF ખરીદી ફરીથી શરૂ થઈ ગઈ છે, અને આ વખતે ઉત્સાહ માત્ર એક દેશ કે ઝોન પૂરતો સીમિત નથી — North America, Europe અને Asia — એમ દરેક ઝોનમાં ખરીદી નોંધાઈ છે.
માર્ચ 2026: ભારે વેચવાલી પાછળ શું કારણ હતું? માર્ચ મહિનામાં North America — ખાસ કરીને અમેરિકા, કેનેડા અને મેક્સિકો — તરફથી ગોલ્ડ ETFમાં રેકોર્ડ વેચવાલી થઈ. World Gold Council ના ડેટા અનુસાર US$13 અબજનો આઉટફ્લો નોંધાયો — જે ઇતિહાસમાં કોઈ એક મહિનાની સૌથી મોટી વેચવાલી છે. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકાનું ઈરાન સામેનું ‘Operation Epic Fury’ હતું, જેણે ગ્લોબલ માર્કેટમાં ‘risk-off sentiment’ ફેલાવ્યું. રોકાણકારોએ લિક્વિડિટી ઊભી કરવા માટે ગોલ્ડ વેચ્યું, જે અગાઉ ખૂબ ઊંચા સ્તરે હતું. ‘Commodity Trading Advisors’ (CTAs)નું ઓવર-પોઝિશનિંગ અને ડોલરની મજબૂતીએ આ ઘટાડાને વધુ ઊંડો બનાવ્યો હતો.
નવ મહિનાની ઇનફ્લો સ્ટ્રીક તૂટી. Operation Epic Fury, ઊંચો ડોલર અને વ્યાજદરમાં ઘટાડાની ઓછી સંભાવનાને કારણે North America માં વેચવાલી વધી. પરંતુ ઇતિહાસ સૂચવે છે કે — GFC (ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ) અને COVID પછી પણ આ ઝોને ઝડપથી રિકવરી મેળવી હતી.
ચીનના Gold ETFમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધી $8.1 અબજ ઇનફ્લો નોંધાયો છે. ભારતના ETF AUM (એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ) 2020 થી 15.5 ગણા વધ્યા છે. Q1 2026 માં એશિયામાં $14 અબજનો ઇનફ્લો રહ્યો, જે ઇતિહાસનું સૌથી મજબૂત ત્રિમાસિક છે.
World Gold Council ના એપ્રિલ 2026 ના ડેટા અનુસાર, માર્ચ પછી ગ્લોબલ ગોલ્ડ ETFમાં ફરી ખરીદી શરૂ થઈ છે. North America, Europe અને Asia — ત્રણેય ઝોનમાં ઇનફ્લો ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. સેન્ટ્રલ બેંકોનું ખરીદ-ચક્ર પણ ચાલુ છે — Q1 2026 માં 215 ટનની નેટ ખરીદી નોંધાઈ છે, જ્યારે ચીનની ‘People’s Bank’ સતત 17 મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે.
ભારત માટે આ ખૂબ સ્પષ્ટ સંકેત છે — ઘરેલુ Gold ETF AUM ઝડપભેર વધી રહ્યો છે. SEBI ના નવા નિયમોને કારણે Gold-Silver Mutual Fund માં રોકાણ વધ્યું છે, અને ભારત ગ્લોબલ ETF ઇનફ્લો ચાર્ટ પર એશિયાના ટોચના યોગદાનકર્તાઓમાં સ્થિર ઊભું છે.