કોવિશિલ્ડના બીજા ડોઝમાં વધ્યો ગેપ: સરકારે કહ્યું કે તે ‘વિજ્ઞાન દ્વારા સંચાલિત’

|

May 16, 2021 | 12:44 PM

કોરોના રસીકરણની વચ્ચે કોવિશિલ્ડ રસીના બીજા ડોઝ માટે સરકારે ગેપ વધાર્યો છે, કહ્યું- આ નિષ્ણાતોના મૂલ્યાંકન પર આધારીત.

કોવિશિલ્ડના બીજા ડોઝમાં વધ્યો ગેપ: સરકારે કહ્યું કે તે વિજ્ઞાન દ્વારા સંચાલિત
Covishield Vaccine

Follow us on

કોરોના સંક્રમણને રોકવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. 1 મેથી, દેશમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે. દરમિયાન, ઘણા રાજ્યોમાં રસીનો અભાવ છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ મેળવવા માટે સમયગાળો બદલાયો છે. 14 મેની મધ્યરાત્રિથી કોવિશિલ્ડનો બીજો ડોઝનો સમય વધારવામાં આવ્યો છે.

આ અંગે સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક તરફથી સંચાલિત કરવામાં આવી રહી છે. જ્યારે બ્રિટેને સહકારી ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાનો નિર્ણય લીધો છે, ત્યારે કેન્દ્ર સરકાર બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાના નિર્ણય પર મક્કમ છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે નિષ્ણાતોના આકલન પર આધારિત છે અને આને રસીની અછત અંગે કોઈ વિવાદ ઉભો કરવો જોઈએ નહીં.

નીતિ આયોગનાં સદસ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે બ્રિટેન તેની સ્થિતિ, મ્યૂટેન્ટ અને મહામારીને ધ્યાનમાં રાખીને કોવિશિલ્ડની માત્રા વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે, અમે આને આપણા જોખમ રોગચાળા વિજ્ઞાનના અનુસાર નક્કી કર્યું છે. આ વિજ્ઞાન દ્વારા સંચાલિત છે અને એક ગતિશીલ પ્રક્રિયા છે. અમે તેના પર પુરી નજર રાખી રહ્યા છીએ. અમે નિષ્ણાંતોના મૂલ્યાંકનના આધારે આ નિર્ણય લીધો છે.

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

કેન્દ્ર સરકારનું કહેવું છે કે નિષ્ણાતોનું આકલન છે કે કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ 60-85 ટકા સુધી કોરોના સંક્રમણથી (સામૂહિક રુપથી હલ્કા, મધ્યમ અને ગંભીર પરિસ્થિતિઓ માટે) બચવામાં પ્રભાવી છે અને કોરોનાના ફેલાવાને પણ રોકે છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ભારતમાં 28 દિવસનો ગેપ હતો, જ્યારે આ રસીને વિકસાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીએ 4-12 અઠવાડિયાના અંતરાલની ભલામણ કરી ચુકી હતી. કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કોવિશિલ્ડ વેક્સિન બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે આ વેક્સિનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ કહેવામાં આવે છે.

વેક્સિનના બંને ડોઝ વચ્ચે અંતર

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનો અંતર રાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય રસી કોવાક્સિનના બે ડોઝમાં 4 થી 8 અઠવાડિયાનો અંતર રાખવામાં આવ્યું છે. બીજી તરફ એસઆઈઆઈના ચીફ કાર્યકારી અધ્યક્ષ આદર પુનાવાલાએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સંસ્થા ભારતીય બજારમાં પ્રાધાન્યતાના ધોરણે રસી ઉપલબ્ધ કરાવવા માટે પુરી કોશિશ કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ દેશમાં બે મુખ્ય રસી ઉત્પાદકો છે. બંનેએ અત્યાર સુધીમાં ઘણા રાજ્યોમાં આ રસી સપ્લાય કરી છે અને આ સતત ચાલુ છે.

 

Next Article