ભાગેડું જાહેર કરાયેલા Mehul Choksi એ કહ્યું “હું દેશ છોડીને ભાગ્યો નથી”, દેશ છોડવાનું આપ્યું આ કારણ

|

Jun 06, 2021 | 4:42 PM

Mehul Choksi એ ડોમિનિકા હાઈકોર્ટ (Dominica High Court) માં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે, “મેં ભારતીય અધિકારીઓને મારું ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઈ પણ તપાસ અંગે કોઈ પણ સવાલ પૂછવા કહ્યું છે."

ભાગેડું જાહેર કરાયેલા Mehul Choksi એ કહ્યું હું દેશ છોડીને ભાગ્યો નથી, દેશ છોડવાનું આપ્યું આ કારણ
FILE PHOTO

Follow us on

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) એ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ડરથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ ગણાવ્યો છે. ભારતીય એજન્સીઓને તેના ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપતાં ચોક્સીએ કહ્યું કે તે કોઈપણ સવાલના જવાબ માટે તૈયાર છે.

હું ભાગ્યો નથી : મેહુલ ચોકસી
એક મીડિયા રીપોર્ટ મુજબ, 62 વર્ષીય ઉદ્યોગપતિ Mehul Choksi એ ડોમિનિકા હાઈકોર્ટ (Dominica High Court) માં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે, “મેં ભારતીય અધિકારીઓને મારું ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઈ પણ તપાસ અંગે કોઈ પણ સવાલ પૂછવા કહ્યું છે.” આ સંદર્ભે મેહુલ ચોકસીએ કહ્યું, “હું ભારતીય એજન્સીઓથી ભાગ્યો નથી. જ્યારે અમેરિકામાં સારવાર લેવા માટે મેં દેશ છોડ્યો ત્યારે મારી સામે કોઈ વોરંટ નહોતું.”

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2018 થી એન્ટિગુઆમાં રહે છે મેહુલ ચોકસી
Mehul Choksi એ જાન્યુઆરી 2018 માં દેશ છોડ્યો હતો. 13,500 કરોડ રૂપિયાના PNB કૌભાંડ સામે આવ્યાના થોડા દિવસો પહેલા જ મેહુલ ચોકસી દેશ છોડીને ગયો હતો અને ત્યારથી તે એન્ટિગુઆ (Antigua) માં રહે છે. ત્યારબાદ એકવાર પણ ચોક્સી દેશ પરત ફર્યો નથી. તેની સામે CBI અને ED એ કેસ નોંધ્યા છે.

હું ક્યાય ભાગવાનો નથી : મેહુલ ચોકસી
Mehul Choksi એ 3 જૂને ડોમિનિકા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેને ભાગવાની ઇચ્છા નથી. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિ માટેની અપીલ છે.

મેહુલ ચોકસી સામે ફરિયાદી કરવામાં આવી હતી અને તે ફરી ભાગી છુટશે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ Mehul Choksi એ આ સોગંદનામું દાખલ કર્યું છે.મેહુલ ચોક્સીએ કોર્ટને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટ તેમને એન્ટિગુઆ પરત ફરવા દેશે નહીં ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં અને ભાગી જવાનું તેનું મન પણ નથી.

ભારત સરકારે ભાગેડું જાહેર કર્યો છે
પંજાબ નેશનલ બેંક (PNB) ના 13,500 કરોડના કૌભાંડના સૂત્રધાર મેહુલ ચોક્સીને સરકારે ભાગેડુ જાહેર કર્યો છે. મેહુલ ચોક્સીનું નામ નીરવ મોદી (Nirav Modi) ના નામ સાથે જ બહાર આવ્યું હતું. જો કે તે પૂર્વે તેમણે ફેબ્રુઆરી 2018માં ભારત છોડી દીધું હતું. તેમજ હાલ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા હાંસલ કરીને ત્યાં રહે છે તેણે આ દેશની નાગરિકતા વર્ષ 2017માં લીધી હતી.

આ પણ વાંચો : સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

Next Article