
ભારતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ હવે નરમ પડી રહ્યું છે. ભારત-અમેરિકાના સંબંધોને ખાસ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી હંમેશા તેમના મિત્ર રહેશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમને પીએમ મોદીના કેટલાક નિર્ણયો ગમ્યા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે મિત્રતામાં ખટાશ આવી છે.
ટ્રેડ ટોક પર ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે સારી રીતે વાતચીત ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કડક વલણ અપનાવ્યું હતું. જો કે, હવે ટ્રમ્પનું વલણ નરમ પડવા લાગ્યું છે. ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને “ખૂબ જ ખાસ” ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના મિત્ર રહેશે.
સમાચાર એજન્સી ANI અનુસાર ટ્રમ્પે કહ્યું કે, મને PM મોદીના કેટલાક નિર્ણયો ગમ્યા નથી પરંતુ આનો અર્થ એ નથી કે અમે મિત્ર નહીં રહીએ. ANI એ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, શું તેઓ ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે?
At the White House, US President Donald Trump made the following significant statements on the India-US relationship:
“I will always be friends with Modi, he is a great Prime Minister”
“India and the United States have a special relationship. There is nothing to worry about”… pic.twitter.com/lwoU4R9BcO
— ANI (@ANI) September 6, 2025
હવે આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, “હા હું હંમેશા ઈચ્છીશ. PM મોદી અને હું હંમેશા મિત્રો રહ્યા છીએ. તેઓ એક મહાન વડાપ્રધાન છે. અમે હંમેશા મિત્રો રહીશું પરંતુ એક સમયે મને તેમના કેટલાક નિર્ણયો ગમ્યા નહીં. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.”
ભારત સાથે ટ્રેડ ટોક વિશે વાત કરતા ટ્રમ્પ કહે છે કે, બંને દેશોની વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી છે. ટ્રમ્પે કહ્યું કે, “ભારત સાથે ટ્રેડ ટોક સારી રીતે ચાલી રહી છે અને બીજા ઘણા દેશો સાથે પણ વાતચીત સારી રીતે ચાલી રહી છે. જો કે, અમે યુરોપિયન યુનિયનથી નાખુશ છીએ, જેણે ગૂગલ પર દંડ લાદ્યો છે.”
SCO સમિટ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, ‘અમે ભારતને રશિયા અને ચીન સામે ગુમાવી દીધું. આ વિશે વાત કરતા ટ્રમ્પ કહે છે, “મને નથી લાગતું કે હજી સુધી આવું કઈ થયું છે પણ હું રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતથી ગુસ્સે છું. મેં તેમને આ વાત કહી અને તેમના પર ભારે ટેરિફ પણ લગાવ્યા પરંતુ તમે જાણો છો કે, મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે. તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા અને અમે સાથે રોઝ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.”
Published On - 6:09 pm, Sat, 6 September 25