આ દેશના પૂર્વ નાણાપ્રધાનને ઘર ચલાવવાના ફાંફા, ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરીને ચલાવી રહ્યા છે ગુજરાન

|

Mar 22, 2022 | 12:46 PM

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેના એક અઠવાડિયા પહેલા ખાલિદે નાણાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તે સમયે અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે તેના સંબંધો બગડી ગયા હતા.

આ દેશના પૂર્વ નાણાપ્રધાનને ઘર ચલાવવાના ફાંફા, ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરીને ચલાવી રહ્યા છે ગુજરાન
File Photo

Follow us on

Afghanistan : પૂર્વ નાણામંત્રી ખાલિદ 6 મહિના પહેલા અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાનો (Afghanistan Economy)હવાલો સંભાળતા હતા. એક સમય એવો હતો જ્યારે તેની પાસે યુએસ (US)સમર્થિત 6 ડોલર બિલિયન બજેટ હતું. પરંતુ આજે ન તો તેમના પગ નીચે પોતાની જમીન છે અને ન તો પૈસા છે, રાહત માત્ર એટલી જ છે કે તે તેના પરિવાર સાથે રહી શકે છે.જ્યારે તે કાબુલથી વોશિંગ્ટન (Washington)આવ્યો ત્યારે તેણે ઘણી બધી બાબતોમાં એડજસ્ટ થવું પડ્યું. પરંતુ આ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો

વોશિંગ્ટનમાં કેબ ચલાવી રહ્યા છે પૂર્વ નાણામંત્રી ખાલિદ

અફઘાનિસ્તાનના પૂર્વ નાણામંત્રી ખાલિદ પાયેન્દાની હવે અમેરિકાની (America) રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઉબેર કેબ (Uber Cab) ચલાવી રહ્યા છે. આ સાથે તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે અત્યારે મારી પાસે કોઈ જગ્યા નથી,ખાલીપણાની લાગણી છે પરંતુ ખુશી છે કે હું મારા પરિવાર સાથે છું.

તાલિબાન કબજા પહેલા ખાલિદે રાજીનામું આપ્યુ હતુ

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેના એક અઠવાડિયા પહેલા ખાલિદે રાજીનામું આપ્યું હતું. તે સમયે અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની(Ashraf Gani)  સાથે તેના સંબંધો બગડી ગયા હતા. પેયન્દાએ જણાવ્યુ હતુ કે તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં એક રાત્રે છ કલાકના કામ માટે 150 ડોલરથી થોડી વધુની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે,તેનો પરિવાર અમેરિકામાં હતો. એટલા માટે તે કોઈપણ સંજોગોમાં તેના પરિવાર સાથે રહેવા માંગતો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અમેરિકાએ અફઘાનિસ્તાનને મદદ કરી નહીં

અફઘાનિસ્તાનની સ્થિતિ પર, પાયેન્દાએ કહ્યું કે તે નિષ્ફળતાનો એક ભાગ છે. અફઘાનોની વેદના જોઈને લાગે છે કે આના માટે સરકાર જ જવાબદાર છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તેમના દેશને યોગ્ય મદદ કરી નથી. એક સમય એવો હતો જ્યારે 9/11 પછી અફઘાનિસ્તાન અમેરિકાની નીતિનું કેન્દ્રબિંદુ હતું, પરંતુ પછીના સમયગાળામાં અમેરિકાએ તેની ભૂમિકા સાથે ન્યાય ન કર્યો.

આ પણ વાંચો : Pakistan Politics: ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી પર લટકતી તલવાર વચ્ચે હવે ચૂંટણી પંચે ફટકાર્યો મોટો દંડ

Next Article