Breaking News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા

બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. બાંગ્લાદેશની યુનુસ સરકારના વકીલે શેખ હસીનાને ફાંસી આપવાની માંગ કરી હતી. સરકારી વકીલનું કહેવું છે કે, શેખ હસીના વિરુદ્ધ અંદાજે 1400 આરોપ છે.

Breaking News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા
| Updated on: Nov 17, 2025 | 2:48 PM

બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ 458 પન્નાનો નિર્ણય સંભળાવ્યો છે.શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે હસીનાને જુલાઈમાં વિદ્રોહની દોષી માનવામાં આવી છે. તેમજ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. હસીના વિરુદ્ધ જુલાઈ મહિનામાં નાગરિકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. કોર્ટેના આ નિર્ણય બાદ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. શેખ હસીના ભારતમાં છે. ત્યારબાદ હવે બાંગ્લાદેશની સરકાર ઈન્ટરપોલ દ્વારા ધરપરડ વોરંટ જાહેર કરશે.

 

બાંગ્લાદેશની મીડિયા પ્રથમ આલોના મુજબ કોર્ટે નિર્ણય સંભળાવતી વખતે હસીનાનો એક વીડિયો જાહેર કર્યો હતો. જે બાંગ્લાદેશમાં ખુબ વાયરલ થયો હતો. આ ઓડિયોમાં હસીના પોલીસને લોકો પર ગોળીઓ ચલાવવાનું કહી રહી હતી. આ નિર્ણય સંભળાવતી વખતે કોર્ટે માનવ અધિકાર પંચના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શેખ હસીના 5 વખત વડાપ્રધાન રહી ચૂકી છે

અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ શેખ હસીનાના દીકરા સજીવ વાઝેદે થોડા દિવસો પહેલા પત્રકારોને કહ્યું હતુ કે, તેને પહેલાથી જાણ હતી કે તેની માતાને ફાંસીની સજા સંભાળવવામાં આવશે.તેમણે કહ્યું મારી માતા ભારતમાં સુરક્ષિત છે તેમજ ભારતીય સુરક્ષા એજન્સી તેની સંપુર્ણ રક્ષા કરશે. વાઝેદે કહ્યું કે, શેખ હસીના 5 વખત વડાપ્રધાન રહી ચૂકી છે અને દેશમાં તેના ખુબ સમર્થક પણ છે. તેની પાર્ટી અવામી લીગ બાંગ્લાદેશની 2 સૌથી મોટી પાર્ટીઓમાંથી એક છે.

આ કેસમાં હસીના કેવી રીતે ફસાઈ?

જુલાઈ વિદ્રોહ હત્યા મામલે બાંગ્લાદેશની સરકારે શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાન કમાલ અને પૂર્વ પોલિસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને આરોપી બનાવ્યો હતો. ત્રણેય વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટમાં જ્યારે ટ્રાયલની શરુઆત થઈ તો. અલ મામૂને તેનો ઇનકાર કર્યો હતો.

અલ-મામૂને હસીના વિરુદ્ધ જુબાની આપવાની ધમકી આપી હતી. આ દરમિયાન, હસીના પોલીસ વડા સાથે વાત કરતી ઓડિયો રેકોર્ડિંગ સામે આવી હતી. ઓડિયોની પુષ્ટિ થતાં જ, હસીના વિરુદ્ધ ટ્રાયલ ઝડપી બનાવવામાં આવી હતી.

49 વર્ષ પહેલા પરિવારની હત્યા થઈ,19 વખત હત્યાના પ્રયાસોમાંથી બચેલી શેખ હસીનાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Published On - 2:27 pm, Mon, 17 November 25