ફિલિપાઈન્સમાં તબાહી : પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 58 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

|

Apr 13, 2022 | 9:53 AM

Philippines Flood And Landslides : ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 58 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ફિલિપાઈન્સમાં તબાહી : પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 58 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
Flood And Landslides in Philippines

Follow us on

ફિલિપાઈન્સમાં  (Philippines ) પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 58 પર પહોંચી ગયો છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘણા લોકોના મૃતદેહ માટીમાં દટાયેલા છે, જેને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ  (Philippines Flood) ને કારણે ગામડાઓ માટી અને પાણીથી છલકાઈ ગયા છે. મોટાભાગના મૃત્યુ પાછળનું કારણ મેગી નામનું વાવાઝોડું છે. જેણે આ વર્ષે ટાપુ પર વિનાશ વેર્યો છે. જેના કારણે મધ્ય પ્રાંતનુ લેયતે ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. અવારનવાર થતા ભૂસ્ખલનના (Landslides) કારણે અહીં લોકોને રહેવુ મુશ્કેલ બની રહ્યું છે.

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

સ્થાનિક પ્રશાશનનું કહેવું છે કે ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા 47 લોકોના મોત થયા છે અને 27 લોકો ગુમ થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના(National Disaster Agency)  જણાવ્યા અનુસાર મધ્ય પ્રાંત નેગ્રોસમાં પણ ત્રણ લોકોના મોત થયા છે અને મિંડાનાઓના દક્ષિણી ટાપુમાં ત્રણ લોકોના મોત થયા છે. પિલર ગામમાં હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે બચાવકર્મીઓ બોટનો સહારો લઈ રહ્યા છે.

મોટાભાગના ઘરો પાણીમાં ધોવાઈ ગયા

અહેવાલો અનુસાર મોટાભાગના ઘરો પાણીમાં ધોવાઈ ગયા છે. મળતી માહિતી મુજબ તાજેતરના દિવસોમાં 17,000 થી વધુ લોકો તેમના ઘર છોડીને અન્ય સલામત સ્થળે શિફ્ટ થયા છે. મેગી વાવાઝોડાને કારણે માત્ર લોકોના ઘરો જ ધોવાયા નથી પરંતુ વીજળી પણ ગુલ થઈ ગઈ છે. રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.આ વાવાઝોડાના કારણે વૃક્ષો અને ખેતીને પણ ઘણું નુકસાન થયું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આબોહવા પરિવર્તનને કારણે ખરાબ હવામાન

આ અંગે જાહેર માહિતી અધિકારી મારિસા મિગ્યુએલ કેનોએ કહ્યું “આ પરિસ્થિતિ કદાચ આબોહવા પરિવર્તનને કારણે છે.” ભૂસ્ખલનને કારણે અનેક લોકો ઘરવિહોણા થયા છે.પણ થયું છે. એપલ શીના બોયાનો નામની છોકરીનું કહેવું છે કે, બેબે શહેરમાં તેનું ઘર પૂરમાં ધોવાઈ ગયું હતું, જેના કારણે તેને પણ અહીંથી જવું પડ્યું હતું.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ન્યૂયોર્કમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરનાર શકમંદની ઓળખ, માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ

Next Article