અમેરિકાના ઓકલાહોમની હોસ્પિટલમાં ગોળીબાર, હુમલાખોર સહીત પાંચના મોત

|

Jun 02, 2022 | 7:54 AM

રાષ્ટ્રપતિ જો બાઈડનને ઓક્લાહોમામાં ગોળીબારની જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓને મદદની ખાતરી આપવામાં આવી છે.

અમેરિકાના ઓકલાહોમની હોસ્પિટલમાં ગોળીબાર, હુમલાખોર સહીત પાંચના મોત
Oklahoma hospital shooting
Image Credit source: Twitter

Follow us on

અમેરિકાના (America) ઓક્લાહોમાના તુલસામાં એક હોસ્પિટલ સંકુલમાં બુધવારે ગોળીબારની (Firing) ઘટના સામે આવી હતી. આ હુમલામાં એક બંદૂકધારી સહિત કુલ પાંચ લોકોના મૃત્યું થયા હતા. ગોળીબારને કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. તુલસા પોલીસ વિભાગે ટ્વીટ કરી જણાવ્યુ કે “અધિકારીઓ હજુ પણ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ (St. Francis Hospital) કેમ્પસને ખાલી કરાવવા માટે કામ કરી રહ્યા છે. કેપ્ટન રિચાર્ડ મ્યુલેનબર્ગે એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, પોલીસે મેડિકલ કેમ્પસમાં એક બિલ્ડિંગના બીજા માળે એક વ્યક્તિને રાઈફલ સાથે જોયો હતો. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ અહીં ગોળીબાર શરૂ થઈ ગયો.

મ્યુલેનબર્ગે કહ્યું કે જ્યાં સુધી ઘટનાની જાણકારી મળ્યા બાદ અધિકારીઓ ત્યાં પહોંચ્યા. ત્યાં સુધીમાં હુમલાખોરે ઘણા લોકોને ત્યાં ગોળી મારી હતી. એક દંપતીનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે હુમલાખોર માર્યો ગયો છે. મ્યુલેનબર્ગે જણાવ્યું હતું કે પોલીસ બિલ્ડિંગને ખાલી કરવા અને પીડિતોને બહાર કાઢવા માટે કામગીરી કરી રહી છે. અહીં સેંકડો રૂમ છે, જેમાં સેંકડો લોકો હાજર છે. પોલીસે જણાવ્યું કે પીડિતોના પરિવારના સભ્યો અને મિત્રો માટે મેમોરિયલ હાઈસ્કૂલમાં જગ્યા બનાવવામાં આવી છે, જ્યાંથી લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિને ફાયરિંગની માહિતી આપવામાં આવી

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડનને ઓક્લાહોમામાં ગોળીબારની જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓને મદદની ખાતરી આપવામાં આવી છે. એટીએફ ડલ્લાસ ફિલ્ડ ડિવિઝનએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બ્યુરો ઑફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ પણ ઘટનાસ્થળે મદદ કરી રહ્યું છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના અલગ-અલગ શહેરોમાં ફાયરિંગની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. અગાઉ ટેક્સાસમાં એક સ્કુલમાં પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

 

Next Article