મેહુલ ચોક્સીની જેલમાંથી પ્રથમ તસવીર સામે આવી, ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે મેહુલ ચોક્સી

|

May 30, 2021 | 9:53 AM

પંજાબ નેશનલ બેંક કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર સામે આવી છે. હીરાનો કારોબારી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે

મેહુલ ચોક્સીની જેલમાંથી પ્રથમ તસવીર સામે આવી, ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે મેહુલ ચોક્સી
Mehul Choksi

Follow us on

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીની (Mehul Choksi) પ્રથમ તસવીર (Photo) સામે આવી છે. હીરાનો કારોબારી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ (Dominica Police) કસ્ટડીમાં છે અને આ અંગેની તસવીર સામે આવી છે. એન્ટીગુઆ ન્યૂઝરૂમ દ્વારા ડોમિનિકામાં જેલમાં રહેલા મેહુલ ચોક્સીની તસવીર જાહેર કરવામાં આવી છે.

Mehul Choksi

તસવીરમાં જોઈ શકાય છે કે ચોક્સીનું શરીર ખૂબ જ ઉતરી ગયું છે. તેની આંખ પર સોજો છે અને આંખ લાલ થઈ ગઈ છે. આ અગાઉ મેહુલ ચોક્સીના વકીલે આરોપ મુક્યો કે તેની સાથે મારઝૂડ કરવામાં આવી છે. જેથી તેના શરીર પર ઈજાના નિશાન પણ જોઈ શકાય છે. ઈસ્ટર્ન કેરિબિન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચોક્સીના વકીલ દ્વારા દાખલ કરવામાં કેબિયસ કોરપસ અરજી પર સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોનની છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5 હજાર 492 કરોડની લોન લીધી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1 હજાર 447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

Next Article