Firing in America: વોશિંગ્ટનમાં મ્યુઝિકલ પ્રોગ્રામ દરમિયાન થયેલા ગોળીબારમાં પોલીસ ઓફિસર સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી

|

Jun 20, 2022 | 8:39 AM

અમેરિકા (Firing in USA)માં ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે. ગોળીબારની આ નવી ઘટના રાજધાની વોશિંગ્ટન (Washington DC) ડીસીમાં બની છે. યુએસ મીડિયાનું કહેવું છે કે વોશિંગ્ટન ડીસીમાં ચોકડી પર એક મ્યુઝિકલ પ્રોગ્રામ દરમિયાન પોલીસ ઓફિસર સહિત અનેક લોકોને ગોળી વાગી હતી.

Firing in America: વોશિંગ્ટનમાં મ્યુઝિકલ પ્રોગ્રામ દરમિયાન થયેલા ગોળીબારમાં પોલીસ ઓફિસર સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી
Firing incident in Surat (File Image )

Follow us on

Firing in America: અમેરિકા(USA)માં ફાયરિંગ (Firing)ની વધુ એક ઘટના સામે આવી છે. ગોળીબારની આ નવી ઘટના રાજધાની વોશિંગ્ટન (Washington) ડીસીમાં બની છે. યુએસ મીડિયાનું કહેવું છે કે વોશિંગ્ટન ડીસીમાં ચોકડી પર એક મ્યુઝિકલ પ્રોગ્રામ દરમિયાન પોલીસ ઓફિસર સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. મીડિયાનું કહેવું છે કે ગોળીબાર કાર્યક્રમના સ્થળે અથવા તેની નજીક થયો હતો. 

ગોળીબારની તાજેતરની ઘટનામાં વોશિંગ્ટન ડીસીમાં એક સંગીત કાર્યક્રમની નજીક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી હોવાના અહેવાલ છે. અમેરિકન મીડિયા દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. વોશિંગ્ટનમાં થયેલા આ ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલો વિશે વિગતો મળી શકી નથી. 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસ અધિકારીની સારવાર ચાલુ, હાલત સ્થિર

મેટ્રોપોલિટન પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુ સ્ટ્રીટ પર ગોળીબાર દરમિયાન પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. ઘટના બાદ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અધિકારીઓ રસ્તા પર પડેલા કેટલાય લોકોને મદદ કરતા બતાવવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગની આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોમાં સામેલ પોલીસ અધિકારીની પણ સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. 

હુમલામાં કેટલા ઘાયલ થયા, કોઈ માહિતી નથી

વોશિંગ્ટન ડીસી પોલીસનું કહેવું છે કે ઉત્તરપશ્ચિમમાં 14મી અને યુ સ્ટ્રીટના આંતરછેદ નજીક ઘણા લોકોને ગોળી મારવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક મીડિયા અનુસાર, સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યા પછી સૌથી પહેલા ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા.જોકે, વિભાગના પ્રવક્તા એ કહી શક્યા નથી કે આ ઘટના દરમિયાન કેટલા લોકોને ગોળી વાગી હતી. પોલીસનું કહેવું છે કે પીડિતોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે અને તેઓ હાલમાં શંકાસ્પદ હુમલાખોરને શોધી રહ્યા છે. ચીફ રોબર્ટ કોન્ટી ટૂંક સમયમાં આ ઘટના વિશે મીડિયા બ્રીફિંગ કરશે તેવી અપેક્ષા છે.

Published On - 8:38 am, Mon, 20 June 22

Next Article