ઇરાન સરકાર સામે અવાજ ઉઠાવનાર ફરીદ મોરાદખાનીનો વિડીયો સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ, જાણો તેમને શું કહ્યું

|

Nov 28, 2022 | 12:17 PM

ઈરાનની (IRAN) સરકારનો વિરોધ ધીરેધીરે હવે ઉગ્ર બનતો જઇ રહ્યો છે. ફરી ઇરાનમાં એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જેમાં એક ઉચ્ચ નેતાની ભત્રીજીએ સરકાર વિરૂદ્ધ આક્રોશ ઠાલવ્યો છે.

ઇરાન સરકાર સામે અવાજ ઉઠાવનાર ફરીદ મોરાદખાનીનો વિડીયો સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ, જાણો તેમને શું કહ્યું
ઇરાનમાં હિજાબ વિરોધ પ્રદર્શનો (ફાઇલ)

Follow us on

ઇરાનમાં મહસા અમીનીના કસ્ટોડીયલ મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલું છે. ઈરાનમાં માનવ અધિકારે જાહેર કરેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં આ વિરોધ પ્રદર્શનોને કારણે 450 થી વધારે લોકો હોમાયા છે, અને, વિરોધ પ્રદર્શનોને રોકવા પોલીસ દ્વારા દમન પણ ગુજારવામાં આવેલો છે. આવા વિરોધ પ્રદર્શનોને લઇને અત્યારસુધી  17 હજારથી પણ વધારે લોકોની ધરપકડ થઇ ચૂકી છે. હજુપણ ઇરાનમાં સરકાર કાર્યશૈલીને લઇને વિરોધ કરી રહેલા લોકો પર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જેના છાશવારે સમાચારો પ્રસારિત થતા રહે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સરકારની નીતિઓનો વિરોધ કરવા ઈરાનના એક સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીની ભત્રીજીનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નેતાની ભત્રીજીનું નિવેદન આવ્યું છે કે વિશ્વભરના તમામ દેશોએ ઇરાન સાથેના સંબંધો તોડી નાખવા જોઇએ તેમ જણાવ્યું છે. કારણ કે દેશમાં મહિલાઓ-બાળકો પર પોલીસ અને સરકાર દમન ગુજારી રહી છે. જેનો વિશ્વના તમામ દેશોએ વિરોધ કરવો જોઇએ તેવો નેતાની ભત્રીજીએ સંકેત આપ્યો છે.

તેના ભાઈએ સોશિયલ મીડિયોમાં વિડીયો પોસ્ટ કર્યો હતો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ફરીદ મોરાદખાનીના આ વિવાદીત નિવેદનનો વીડિયો તેમના ભાઈ મહમૂદ મોરાદખાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોયા બાદ એક  યુઝર્સે વીડિયોને ખૂબ જ વાયરલ કર્યો છે. મહમૂદ મુરાદખાનીએ જણાવ્યું હતું કે તેની બહેનની ધરપકડ થઇ છે. આ સોશિયલ વાયરલ વીડિયોમાં ફરીદ મોરાદખાનીએ અનેક મુદ્દાઓ પર નિંદા કરી હતી. આ બાદ વૈશ્વિક સમુદાય પર પણ તેમને આક્રોશ વ્યકત કર્યો હતો.

ફરિદે ઈરાનની સરકારને આડે હાથ લીધી હતી

તેણે વીડિયોમાં નિવેદન આપ્યું છે કે ઈરાનમાં સરકાર કોઇપણ ધર્મ સાથે વફાદાર નથી. સરકાર બળનો પ્રયોગ કરીને કાયદો અને નિયમો પાળવા દબાણ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે સ્થાનિક સરકારના દમન કરનારા નિયંત્રણો ખુબ જ રમુજી જન્માવે છે. ફરીદ મોરાદખાની એક એન્જિનિયર છે. જે આયાતુલ્લાહ ખામેનીના પરિવારના સદસ્ય છે. ઈરાનના ગુપ્તચર મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ફરીદની ધરપકડ કરી હતી.તેમના પિતા, અલી મોરાદખાની અરંગેહ, એક શિયા મૌલવી હતા. જેમણે ખામેનીની બહેન સાથે લગ્ન કર્યા હતા.

Published On - 12:17 pm, Mon, 28 November 22

Next Article