Coronavirus Lockdown: આ દેશમાં વેક્સિન ના લગાવનાર લોકો માટે લાદવામાં આવ્યું લોકડાઉન, ઘરમાંથી નીકળવા પર પાબંદી

|

Nov 15, 2021 | 10:43 AM

Coronavirus Lockdown: યુરોપના ઘણા દેશોમાં ઝડપથી રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં કોરોના વાયરસના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. જેના કારણે યુરોપમાં સરકારોએ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે.

Coronavirus Lockdown: આ દેશમાં વેક્સિન ના લગાવનાર લોકો માટે લાદવામાં આવ્યું લોકડાઉન, ઘરમાંથી નીકળવા પર પાબંદી
File photo

Follow us on

Austria Imposed Covid Lockdown For Unvaccinated: યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાએ ફરી એકવાર દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. પરંતુ આ વખતે આ નિયમ ફક્ત તે જ લોકોને લાગુ પડશે જેમને હજુ સુધી કોવિડ-19ની રસી નથી મળી. આ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. ઓસ્ટ્રિયાના ચાન્સેલર એલેક્ઝાન્ડર શૈલેનબર્ગે રવિવારે જાહેરાત કરી કે લોકડાઉન સોમવારથી અમલમાં આવી રહ્યું છે. જેમને રસી નથી મળી તેઓ ફક્ત ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર આવી શકે છે.

ઑસ્ટ્રિયાની સરકારે કહ્યું છે કે જે લોકો કોરોનાનો ડોઝ નથી લેતા તેઓ માત્ર મૂળભૂત જરૂરિયાતો માટે જ ઘરની બહાર નીકળી શકે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, લોકો ઓફિસ માટે, ઘરની વસ્તુઓ ખરીદવા અને મેડિકલ ઈમરજન્સી માટે બહાર જઈ શકે છે. લોકડાઉન લાદવાનો નિર્ણય સરકાર અને ઓસ્ટ્રિયાના સંઘીય રાજ્યોના વડાઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે. ચાન્સેલર એલેક્ઝાન્ડર શેલેનબર્ગે આની જાહેરાત કરી છે.

જે લોકો નિયમોનું પાલન નહીં કરે તેમને સજા કરવામાં આવશે
શેલેનબર્ગે કહ્યું છે કે, ‘ઓસ્ટ્રેયાની સરકાર તરીકે લોકોની રક્ષા કરવાની અમારી જવાબદારી છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે સોમવારથી… જેમણે રસી નથી અપાવી તેમના માટે લોકડાઉન રહેશે. આ દરમિયાન લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં તેની પોલીસ સંપૂર્ણ દેખરેખ રાખશે. નિયમોનું પાલન ન કરનારાઓને સજા ભોગવવી પડશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

યુરોપના અન્ય દેશોમાં કેસ વધી રહ્યા છે
હાલમાં ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસના કેસ સ્થિર છે. પરંતુ યુરોપના અન્ય દેશોમાં વધી રહેલા કેસોને કારણે સરકાર ચિંતિત છે કે અહીં કેસ વધવા ન લાગે. જેના કારણે અત્યારથી જ પગલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. 89 લાખની વસ્તી ધરાવતા આ દેશના લગભગ 20 લાખ લોકો આ નવા પ્રતિબંધોથી પ્રભાવિત થશે.

લોકડાઉન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લાગુ પડશે નહીં. કારણ કે તેઓ હજુ સુધી કોવિડ-19 સામે તૈયાર કરાયેલી રસી માટે લાયક નથી. આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રિયામાં ઓછામાં ઓછા 60 લાખ લોકોએ અત્યાર સુધીમાં રસીનો એક જ ડોઝ લીધો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સ દ્વારા રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ ઉદ્યાન કમ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન કર્યું


આ પણ વાંચો :લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ

Next Article