Ursula Von Der Leyen : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન 24-25 એપ્રિલ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, યુરોપીયન કમિશન(European Commission)ના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. મંત્રાલયે કહ્યું કે તેમને આ વર્ષના (Raisina Dialogue)ના કાર્યક્રમ માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં અહેવાલ છે કે તેઓ 25 એપ્રિલે ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુરોપિયન કમિશનના પ્રમુખની મુલાકાત યુરોપિયન યુનિયન (European Union)સાથેના સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવાની અને તેની સાથે બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તક બની રહી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત અને યુરોપિયન યુનિયન વાઇબ્રન્ટ વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. તેમની ભારત મુલાકાત રુશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે.
રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ વાર્ષિક પરિષદમાં ભૌગોલિક રાજકીય અને ભૂ-આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. રાયસીના ડાયલોગનું આયોજન ભારતના વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, વિવિધ દેશોના હિતધારકો, નેતાઓ, પત્રકારો અને વેપારી લોકો ભાગ લે છે. આ સાથે જ આ કાર્યક્રમમાં વિવિધ દેશોના વિદેશ, સંરક્ષણ અને નાણા મંત્રીઓ પણ ભાગ લે છે. તમને જણાવી દઈએ કે ,ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી અને તે દિલ્હીમાં હાજર એક સ્વતંત્ર થિંક ટેન્ક છે.
રાયસીના ડાયલોગનો મુખ્ય ઉદ્દેશ એશિયા સાથે એકીકરણ છે. આ ઉપરાંત, વિશ્વ સાથે એશિયાના સંબંધો સુધારવા અને નવી તકો શોધવા. બહુપક્ષીય સંમેલન ગણાતા રાયસીના ડાયલોગમાં વિશ્વની સામે પડકારરૂપ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે આ કાર્યક્રમનું નામ રાયસીના ડાયલોગ કેમ રાખવામાં આવ્યું? ભારતના વિદેશ મંત્રાલયનું મુખ્યાલય રાયસીના ટેકરી પર આવેલું છે, જેને સાઉથ બ્લોક કહેવામાં આવે છે. આ કારણે આ કાર્યક્રમ રાયસીના ડાયલોગ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો :