French Presidential Election: ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા, મેરિન લી પેનને હરાવ્યા

|

Apr 25, 2022 | 6:35 AM

મેક્રોન છેલ્લા 20 વર્ષમાં સતત બીજી વખત ચૂંટણી જીતનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય ફ્રાન્સની ચૂંટણીના પરિણામ, યુરોપની ભાવિ દિશા અને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે પશ્ચિમી દેશોના પ્રયાસો નક્કી કરવામાં દૂરગામી પરિણામો જોવા મળી શકે છે.

French Presidential Election: ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા, મેરિન લી પેનને હરાવ્યા
France President Emmanuel Macron
Image Credit source: Social media

Follow us on

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના (Presidential Election) પરિણામો જાહેર થયા છે. ફ્રાન્સના વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) અત્યંત જમણેરી નેતા મરીન લી પેનને (Marine Le Pen) આકરા મુકાબલામાં હરાવ્યા હતા. મેક્રોન સતત બીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર આ ચૂંટણીમાં મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે. ઈમેન્યુઅલ મેક્રોનની જીત બાદ અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સંભવિત હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ ચેતવણી આપી છે. યુરોપ માટે આ ચૂંટણી ઘણી મહત્વની છે. અમેરિકાની નજર પણ આ ચૂંટણી પર હતી.

મેક્રોને મતદારોને કોરોના મહામારી અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને વધુ એક તક આપવાની અપીલ કરી હતી. આ ચૂંટણી જીતીને, મેક્રોન છેલ્લા 20 વર્ષમાં સતત બીજી વખત ચૂંટણી જીતનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય યુરોપની ભાવિ દિશા અને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે પશ્ચિમી દેશોના પ્રયાસો નક્કી કરવામાં દૂરગામી પરિણામો જોવા મળી શકે છે.

તમામ ઓપિનિયન પોલ્સે ઈમેન્યુઅલ મેક્રોનની જીતની આગાહી કરી હતી

તાજેતરના દિવસોમાં તમામ ઓપિનિયન પોલમાં યુરોપ તરફી કેન્દ્રવાદી નેતા મેક્રોનની જીતની આગાહી કરવામાં આવી હતી. જો કે, એવું કહેવામાં આવ્યું હતું કે તેમના અને રાષ્ટ્રવાદી હરીફ મરીન લી પેન પર જીતનું માર્જિન 6 થી 15 ટકા મતોની વચ્ચે હોઈ શકે છે. બંને ઉમેદવારો ડાબેરી ઉમેદવારના 77 લાખ મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મતદાન મથકો રવિવારે સવારે 8 વાગ્યે ખુલ્યા હતા અને મોટા ભાગના સ્થળોએ સાંજે 7 વાગ્યે બંધ થયા હતા, જ્યારે મોટા શહેરોમાં મતદાન મથકો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

10 એપ્રિલે રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 અન્ય ઉમેદવારોનો પણ આ સ્પર્ધામાં સમાવેશ થતો હતા. ચૂંટણી દરમિયાન, ડાબેરી વલણ ધરાવતા લોકો મૂંઝવણની સ્થિતિમાં હતા, જેઓ એમેન્યુઅલ મેક્રોનને પસંદ નથી કરતા, પરંતુ તેઓ ખૂબ જમણેરી મરીન લી પેનને પણ મત આપવા માંગતા નથી. ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કા પછી, ફ્રેન્ચ પોલિંગ એજન્સીએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની જમણેરી ઉમેદવાર મરીન લી પેન પર લીડની આગાહી કરી હતી.

યુરોપિયન યુનિયનની પૂર્વ સરહદ પર ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ઘણું મહત્વ છે. તેમાં યુદ્ધ પછીની ફ્રાન્સની ઓળખ પુનઃસ્થાપિત કરવી અને યુરોપિયન વસ્તી વધી છે કે ઘટી છે તે નક્કી કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

ભારત પ્રવાસ પર EU ચીફ ઉર્સુલા વોન, કહ્યું રશિયા આખી દુનિયા માટે ખતરો, યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે

આ પણ વાંચોઃ

 

રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થાય તો હું પુતિનને મળવા તૈયાર છું : ઝેલેન્સકી , જાણો યુદ્ધ સાથે જોડાયેલી 10 વાતો

 

Next Article