પૃથ્વીને બચાવવા આગળ આવ્યા એલોન મસ્ક, જાણો કયા માસ્ટર પ્લાન પર ખર્ચી રહ્યા છે 10 કરોડ ડોલર

|

Feb 09, 2021 | 11:41 AM

એલોન મસ્ક હવે પૃથ્વીને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. ગયા મહિને તેણે ઈનામની જાહેરાત કરી હતી. મસ્કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટે 10 કરોડ ડોલરનું દાન આપવાનું નક્કી કર્યું.

પૃથ્વીને બચાવવા આગળ આવ્યા એલોન મસ્ક, જાણો કયા માસ્ટર પ્લાન પર ખર્ચી રહ્યા છે 10 કરોડ ડોલર
એલોન મસ્ક

Follow us on

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અંતરિક્ષમાં સૌથી વધુ ઉપગ્રહ મોકલવાનો રેકોર્ડ બનાવી ચુક્યા છે. એલોન મસ્ક હવે પૃથ્વીને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. ગયા મહિને તેણે ઈનામની જાહેરાત કરી હતી. મસ્કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટે 10 કરોડ ડોલરનું દાન આપવાનું નક્કી કર્યું. આ ઇનામ કેવી રીતે મેળવવું તે અંગે XPRIZE સંસ્થાએ માહિતી આપી છે.

XPRIZE ફાઉન્ડેશન દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી છે. જે 1994 થી અવકાશ, સમુદ્ર, આરોગ્ય, શિક્ષણ, ઉર્જા, પર્યાવરણ, રોબોટ્સ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં થતી નવીનતાઓને સન્માનિત કરી છે. સ્પર્ધા હેઠળ વાતાવરણ અથવા મહાસાગરોમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકાળીને સુરક્ષિત રીતે રાખવો પડશે. અને આ માટે શ્રેષ્ઠ તકનીક બનાવનારને પુરસ્કાર આપવામાં આવશે. આ કાર્ય ચાલુ વર્ષે પૃથ્વી દિવસ પર એટલે કે 22 એપ્રિલ, 2021 માં શરૂ થશે અને 2025 માં પૃથ્વી દિવસ સુધી ચાલશે.

ગીગાટોનમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે કાઢી શકાય
આ સંદર્ભમાં XPRIZEએ મસ્કનું એક નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે, ‘અમે સાર્થક પ્રયાસ કરવા માંગીએ છીએ. કાર્બન નકારાત્મકતા માટે, તટસ્થતા માટે નહીં. આ સૈદ્ધાંતિક સ્પર્ધા નથી. અમને એક એવી ટીમ જોઈએ છે જે વાસ્તવિક સિસ્ટમ્સ બનાવી શકે અને જેની મોટી અસર કરે. ગમે તે હોય, સમયની કિંમત છે.’ XPRIZEએ જણાવ્યું કે આ સ્પર્ધા જીતવા માટે ટીમોને વાતાવરણમાંથી દરરોજ એક ટન કાર્બન ડાયોક્સાઇડ કાઢવા માટેની એક ટેકનીક બનાવવી પડશે. ટીમે એ પણ જોવું પડશે કે તેમની ટેકનોલોજી ગીગાટોનમાં (એક અબજ મેટ્રિક ટન) કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે કાઢી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કાર્બન ઘટાડવાનું લક્ષ
XPRIZE અનુસાર આ સ્પર્ધા દ્વારા એવી ટેક્નોલોજી બનાવવાનું લક્ષ છે જે 2050 સુધીમાં વાતાવરણમાંથી કુલ 10 ગીગાટોન કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ શકે. XPRIZEના ક્લાઇમેટ એન્ડ એનર્જી એવોર્ડ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્શિયસએ કહ્યું, ‘વિશ્વ તાપમાનને 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસથી વધતું રોકવા માટે 2050 સુધીમાં 10 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ કાઢવાની જરૂર છે.’

કોને અને કેવી રીતે મળશે ઇનામ
10 કરોડ ડોલરના ઇનામને ઘણા તબક્કામાં વહેંચવામાં આવશે. સ્પર્ધાના 18 મહિના બાદ ઓગસ્ટ 2022 માં ટોચની 15 ટીમોને દસ લાખ ડોલર અને 25 વિદ્યાર્થી ટીમોને 2 લાખ ડોલર આપવામાં આવશે. આ સહાયથી ટીમો તેમની ટેકનીકને બનાવી શકાશે. ચાર વર્ષ બાદ પ્રથમ સ્થાન મેળવનાર ટીમને 5 કરોડ ડોલર, બીજા સ્થાને રહેલી ટીમને 2 કરોડ ડોલર અને ત્રીજા સ્થાને રહેલી ટીમને 1 કરોડ ડોલરનું ઇનામ આપવામાં આવશે.

Next Article