Egypt: ખોદકામ દરમિયાન મળી આવ્યું 2000 વર્ષ જુનું કોફીન, જાણો શુ જોઈને સંશોધકોની આંખમાં ચમક આવી

|

Jan 29, 2021 | 3:55 PM

Egyptના એલેક્ઝેન્ડ્રિયામાં પુરાતત્ત્વીય વિભાગને બે વર્ષ પહેલાં 2000 વર્ષ જુનું તાબૂત મળી આવ્યું હતું. આ તાબુતમાં જેમાં એક વિશેષ પ્રકારનો 'જ્યુસ' જોવા મળ્યો છે.

Egypt: ખોદકામ દરમિયાન મળી આવ્યું 2000 વર્ષ જુનું કોફીન, જાણો શુ જોઈને સંશોધકોની આંખમાં ચમક આવી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Egyptના એલેક્ઝેન્ડ્રિયામાં પુરાતત્ત્વીય વિભાગને બે વર્ષ પહેલાં 2000 વર્ષ જુનું કોફીન મળી આવ્યું હતું. આ તાબુતમાં જેમાં એક વિશેષ પ્રકારનો ‘જ્યુસ’ જોવા મળ્યો છે. જેવા સમાચાર ફેલાયા કે તરત જ લોકોએ આ રસ પીવાની ઇચ્છા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું. આ કબર ખોદકામ દરમિયાન મળી આવી, અને જેમાં શબપેટી દફનાવવામાં આવી હતી. ખોદકામ દરમિયાન ત્રણ હાડપિંજર મળી આવ્યા હતા. જેમાં લાલ-ભુરો રંગનું પાણી પણ જોવા મળ્યું હતું. આ પાણીએ હાડપિંજરની ગંધને દૂર કરવામાટે વપરાયું હતું.

2000 વર્ષ જૂની શબપેટીમાં મળ્યો જ્યુસ

ઇજિપ્તની ન્યૂઝ સંસ્થા અનુસાર પુરાતત્ત્વવિદોએ શરૂઆતમાં સમાધિના ઢાંકણાને ફક્ત 5 સે.મી. સુધી ઊંચું કર્યું. ત્યારે તેમાંથી તીખી ગંધ આવવા લાગી. બાદમાં તેણે ઇજિપ્તના લશ્કરી ઇજનેરોની મદદથી ખોલવામાં આવ્યું. એક અન્ય ન્યૂઝ સંસ્થાના જણાવ્યા મુજબ એન્ટિકસના સેક્રેટરી જનરલ મુસ્તફા વઝિરીએ કહ્યું હતું કે ‘અમને શબપેટીમાં ત્રણ હાડપીંજર મળ્યા. જેને પારિવારિક રીતે દફનાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે તેની અંદરની મમી વ્યવસ્થિત નહોતી માત્ર હાડકાં જ બચ્યા હતા.” વઝિરીએ કહ્યું હતું કે “અમે તાબૂત ખોલી દીધું છે. સારું છે કે હું અહીં તમારી સામે ઉભો છું. હું ઠીક છું.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તુતનખામુનના દફન સ્થળને ખોદવા માટેના નાણાકીય સહાય કરનાર લોર્ડ કોર્નાર્વનનું 1923 માં મચ્છરના કરડવાથી મૃત્યુ થઇ ગયું હતું. આ મૃત્યુ ચેમ્બર ખોલ્યા પછી તરત જ થયું. ત્યારથી, અફવાએ વેગ પકડ્યો કે મમી ખતરનાક હોય છે. હવાઈ યુનિવર્સિટીના રોગચાળાવિજ્ઞાનના અધ્યાપક એફ. ડેવોલ્ફ મિલરે નેશનલ જિયોગ્રાફિકને કહ્યું હતું કે મમીમાં કોઈ ખતરો નથી.

Published On - 3:51 pm, Fri, 29 January 21

Next Article