AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આનંદો! વિયેતનામ ભારતીયો માટે વિઝાના નિયમો કર્યા હળવા

અન્ય એક વિયેતનામી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમનો દેશ એ સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યો છે કે દરિયાકાંઠાનું શહેર દા નાંગ, જે તેના દરિયાકિનારા, સંગ્રહાલયો અને સમૃદ્ધ વારસા સ્થળો માટે પ્રખ્યાત છે, તે ભારતીય પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. વિયેતનામ સરકાર ભારત અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે નવી વિઝા નીતિ પર વિચાર કરી રહી છે, એમ એક સિનિયર રાજદ્વારીએ સોમવારે જણાવ્યું હતું.

આનંદો! વિયેતનામ ભારતીયો માટે વિઝાના નિયમો કર્યા હળવા
Vietnam Visas for Indians
| Updated on: Feb 18, 2025 | 11:12 AM
Share

મુંબઈમાં વિયેતનામના કોન્સ્યુલ જનરલ લે ક્વાંગ બિયેને દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રમાં પ્રવાસનની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. જે તેના દરિયાકિનારા, નદીઓ અને બૌદ્ધ પેગોડા માટે પ્રખ્યાત છે અને નોંધ્યું કે તેમનો દેશ ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે. હાલમાં ઘણા દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલ છે, જ્યારે વિયેતનામ પ્રવાસીઓ માટે ઈ-વિઝા જાહેર કરે છે.

અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરત, બિયેને કહ્યું, “હાલમાં, અમારી પાસે ઈ-વિઝા છે, ભારત અને અન્ય દેશોના પ્રવાસીઓ માટે અમારી પાસે વિઝા ઓન અરાઈવલ નથી. પરંતુ અમે ભારત અને અન્ય દેશોના પ્રવાસીઓના પ્રવેશ માટે નવી વિઝા નીતિ પર વિચાર કરી રહ્યા છીએ.” તેઓ “દા નાંગ ટુરિઝમ રોડ શો” માં ભાગ લેવા માટે અહીં આવ્યા હતા.

બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે

“ભારતની વસ્તી ખૂબ જ વધારે હોવાથી ભારતથી વિયેતનામમાં પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. બંને દેશો વચ્ચે ખૂબ જ મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. અમે ભારતના પ્રવાસીઓને મહત્વ આપીએ છીએ, જેની સંખ્યા વધી રહી છે,” રાજદ્વારીએ ભાર મૂક્યો.

બીજા એક વિયેતનામ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમનો દેશ દરિયાકિનારા, સંગ્રહાલયો અને સમૃદ્ધ વારસા સ્થળો માટે જાણીતું દરિયાકાંઠાનું શહેર દા નાંગ ભારતીય પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બને તે સુનિશ્ચિત કરવા પગલાં લઈ રહ્યા છે.

સર્વિસ પેકેજોને સુધારી રહ્યું છે

“દા નાંગના પ્રવાસન ક્ષેત્ર માટે અમારી વૃદ્ધિ યોજનાઓમાં ભારત મુખ્ય ભૂમિકા ભજવે છે. અમે ભારતીય પ્રવાસીઓની રુચિ અને અપેક્ષાઓ અનુસાર અનુકૂલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી ખાતરી કરી શકાય કે દા નાંગ આ બજાર માટે વધુ સુલભ અને આકર્ષક સ્થળ બને.”

લાને ભાર મૂક્યો હતો કે, વધારે બજાર આંતરદૃષ્ટિ અને ભારતીય પ્રવાસન હિસ્સેદારો સાથે જોડાવાના ચાલુ પ્રયાસોના આધારે દા નાંગ તેના સર્વિસ પેકેજોને સુધારી રહ્યું છે. ખાસ કરીને MICE (મીટિંગ્સ, પ્રોત્સાહનો, પરિષદો અને પ્રદર્શનો) અને લગ્ન પ્રવાસન માટે.

દા નાંગ સ્થળને કરે છે પસંદ

2022થી ભારત દા નાંગ માટે ટોપ 5 આંતરરાષ્ટ્રીય સ્ત્રોત બજારોમાં સ્થાન મેળવ્યું છે. “વિયેતનામ આવતા દરેક બે ભારતીય પ્રવાસીઓ માટે, એક દા નાંગને તેમના સ્થળ તરીકે પસંદ કરે છે,” 2024માં દા નાંગે 222,000થી વધુ ભારતીય મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું. જે શહેરમાં કુલ આંતરરાષ્ટ્રીય આગમનના 5.3% અને વિયેતનામના કુલ ભારતીય મુલાકાતીઓના લગભગ 50% (501,427)નું પ્રતિનિધિત્વ કરે છે.

વિયેતનામના ત્રીજા સૌથી મોટા શહેર તરીકે દા નાંગ મધ્ય વિયેતનામના આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે. તેના સુંદર દરિયાકિનારા અને આંતરરાષ્ટ્રીય રિસોર્ટ બ્રાન્ડ્સની કેટેગરી સાથે દા નાંગ એક અગ્રણી બીચ ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે અને વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ દ્વારા “એશિયાના અગ્રણી ઇવેન્ટ અને ફેસ્ટિવલ ડેસ્ટિનેશન” તરીકે ઓળખ મેળવી છે.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">