Gujarati NewsInternational newsDubai News south cinema allu arjun pushpa 2 actor giving his measurement for wax statue at madame tussauds dubai to be unveiled soon
તાજેતરમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુનની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. આના પરિણામે દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અભિનેતાનું મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવશે. અભિનેતાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે.
Ad
Follow us on
‘પુષ્પા’ ધ રાઇઝ’ થી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર એક્ટર અલ્લુ અર્જુન અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ‘પુષ્પા ધ રાઇઝ’ ની ભવ્ય સફળતા પછી, જ્યારે ચાહકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે, ત્યારે કલાકારો પણ ‘પુષ્પા 2’ને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ પોતાની ડેબ્યૂ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મીણની પ્રતિમાને કારણે ચર્ચામાં છે. હા, તમે સાચું સાંભળ્યું છે, આ વર્ષના અંતમાં મેડમ તુસાદ મ્યુઝિયમ દુબઈમાં તેમની મીણની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે.
National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year.
તાજેતરમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુનની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. આના પરિણામે દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અભિનેતાનું મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવશે. અહેવાલ છે કે આ વર્ષના અંત સુધીમાં, અભિનેતાનું પૂતળું તૈયાર થઈ જશે અને લોકોને જોવા માટે મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. તાજેતરમાં, અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીણની પ્રતિમા માટે માપ આપતો જોવા મળે છે.
અભિનેતાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. મહત્વનુ છે કે તેમના પૂતળામાં લાલ જેકેટ હશે, જે તેમણે તેમની ફિલ્મ ‘આલા વૈકુંઠપુરરામુલુ’ ના બોર્ડરૂમ ડાન્સ સીનમાં પહેર્યું હતું. જ્યારે અલ્લુ અર્જુનને ખબર પડી કે તેની મેડમ તુસાદ મ્યુઝિયમ દુબઈમાં મીણની પ્રતિમા માટે પસંદગી કરવામાં આવી છે, ત્યારે અભિનેતાએ તેના વિશે ખુશી વ્યક્ત કરી હતી.
આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા અલ્લુ અર્જુને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘મેં લોસ એન્જલસમાં મેડમ તુસાદ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ત્યાંનો અનુભવ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હવે હું વિશ્વાસ કરી શકતો નથી કે મારી પણ મીણની આકૃતિ હશે, હું ક્યારેય આ વાત પર વિશ્વાસ કરી શકીશ નહીં. અલ્લુ અર્જુનની પ્રતિમા બ્લુ વોટર્સમાં સ્થિત સુંદર અને ઇન્ટરેક્ટિવ બોલિવૂડ ઝોનમાં મૂકવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો