શાંતિ પુરસ્કાર મેળવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વપ્ન આખરે સાકાર થયું, મળ્યો શાંતિ પુરસ્કાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આખરે શાંતિ પુરસ્કાર મળ્યો છે. 2026 ફિફા વર્લ્ડ કપ માટેના ડ્રો દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ એક એવુ પગલું છે જેની વિશ્વમાં વ્યાપક ટીકા થઈ છે.

શાંતિ પુરસ્કાર મેળવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વપ્ન આખરે સાકાર થયું, મળ્યો શાંતિ પુરસ્કાર
| Edited By: | Updated on: Dec 06, 2025 | 5:03 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ પુરસ્કાર મેળવવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. જો કે ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર જોઈએ છે પરંતુ તેમને, 2026 ફિફા વર્લ્ડ કપ માટેના ડ્રો દરમિયાન, પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શુક્રવારે વોશિંગ્ટન ડીસીના કેનેડી સેન્ટર ખાતે આયોજિત એક સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પને આ સન્માન આપવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ડ ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યો હતો. ફિફાએ આ પુરસ્કાર ફક્ત આ વર્ષે જ શરૂ કર્યો છે.

આ પુરસ્કાર એવા લોકોને આપવોનુ નક્કી કર્યું છે જેઓ વૈશ્વિક શાંતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા આવ્યા હોય છે અને લોકોને એક કરે છે. ટ્રમ્પ આ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ખુલ્લેઆમ કહ્યું છે કે, તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છે. જોકે, ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર માટે જાહેરમાં આગ્રહપૂર્વકની વિનંતી કરવા છતાં, તેમને તે મળ્યો નથી. એટલુ જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પના કહ્યાંગરા નેતાઓએ પણ નોબલ પુરસ્કાર સમિતિને ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવાની ભલામણો કરાવડાવી હતી તે ભલામણો પણ કામે ના આવી.

ટ્રમ્પે પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી શું કહ્યું?

FIFA એ જ્યારથી નવા શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે, ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર આપવામાં આવશે, અને થયું પણ એવું જ. શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, ટ્રમ્પે કહ્યું, “આ ખરેખર મારા જીવનનો સૌથી મોટુ સન્માન છે.”

પુરસ્કાર કરતાં પણ વધુ મહત્વનું એ છે કે, આપણે લાખો લોકોના જીવ બચાવ્યા. 2026 FIFA વર્લ્ડ કપનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

પુરસ્કારની ટીકા

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ, ટ્રમ્પને FIFAનો શાંતિ પુરસ્કાર આપવાના નિર્ણયની ટીકા કરી છે. FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો અને ટ્રમ્પ નજીકના સાથીદારો છે. ગિયાનીએ કહ્યું કે, તેમને લાગે છે કે ગાઝામાં યુદ્ધવિરામ કરાવવા માટેની મધ્યસ્થી કરવાના પ્રયાસો માટે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો. આ પુરસ્કાર FIFAના પરંપરાગત ધ્યાનથી ભટકે છે, અને ટીકાકારો તેને ટ્રમ્પ અને FIFA પ્રમુખ વચ્ચેની નિકટતાને આભારી છે. ટીકાકારોએ પ્રશ્ન કર્યો છે કે, શું વૈશ્વિક ફૂટબોલ ઇવેન્ટ્સમાં રાજકીય સંદેશા ઉમેરવાનું ખોટું નથી.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફનો જવાબ : ભારત-રશિયાનું ‘બ્રહ્માસ્ત્ર’, અમેરિકાને પાંચ વર્ષ સુધી પસ્તાવો થશે!

 

Published On - 3:36 pm, Sat, 6 December 25