
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવા અને આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે વિઝા નીતિમાં કડક ફેરફારો કર્યા છે. આ અંતર્ગત H1B વિઝા સહિત અન્ય કેટલાંક વિઝા પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો અસરકારક પ્રભાવ ભારતીય નાગરિકો પર પડશે.
નવા નિયમો મુજબ H1B વિઝાની ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં રહેતા H1B વિઝાધારકોમાં લગભગ 70 ટકા હિસ્સો ભારતીય નાગરિકોનો છે, જેના કારણે આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતના પ્રોફેશનલ્સ પર થશે. આ સાથે હવે વિઝા મંજૂરી પહેલા અરજદારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ કડક તપાસ કરવામાં આવશે.
ટ્રમ્પ વહીવટીતંત્રના નવા નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમેરિકા વિરોધી એક પણ પોસ્ટ મળી આવશે, તો તેનો વિઝા રદ થઈ શકે છે. આ નિર્ણયથી વિઝા પ્રક્રિયા વધુ કડક બની છે અને અરજદારોને હવે પોતાના ઓનલાઈન વર્તન અંગે પણ સાવચેત રહેવું પડશે.
આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓને લઈને પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો કોઈ ગર્ભવતી મહિલા પોતાના બાળકને અમેરિકામાં જન્મ આપીને યુએસ નાગરિકત્વ મેળવવાનો પ્રયાસ કરશે, તો તેના વિઝા રદ કરવામાં આવશે. આ નિર્ણય ‘બર્થરાઈટ સિટિઝનશિપ’નો દુરુપયોગ રોકવા માટે લેવામાં આવ્યો છે.
ગ્રીન કાર્ડ વિઝાને લઈને પણ અમેરિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રીન કાર્ડ ધરાવતા બિન-અમેરિકન નાગરિકોએ અમેરિકામાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે ખાસ બાયોમેટ્રિક સિસ્ટમ અને ફિંગરપ્રિન્ટિંગ પ્રક્રિયા અમલમાં લાવવામાં આવશે.
ખાસ કરીને ભારતના પડોશી દેશો મ્યાનમાર અને અફઘાનિસ્તાન સહિત કુલ 19 દેશોના ગ્રીન કાર્ડ વિઝાધારકો પર વધુ કડક નજર રાખવામાં આવશે. સુરક્ષા કારણોસર આ દેશોના નાગરિકોની વધારાની ચકાસણી કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે, નવી યુએસ વિઝા નીતિથી ભારત પર ખાસ મોટો નકારાત્મક અસર નહીં પડે, કારણ કે મોટાભાગના ભારતીય નાગરિકો પહેલેથી જ ગ્રીન કાર્ડ વિઝા પર અમેરિકામાં રહે છે. જોકે, હવે અમેરિકા છોડતી વખતે અને ફરીથી પ્રવેશ કરતી વખતે વધુ કડક તપાસ અને ચકાસણીનો સામનો કરવો પડશે. કુલ મળીને, વિઝા પ્રક્રિયા વધુ સમય લે તેવી અને વધુ કડક બનવાની શક્યતા છે.
આ ચાર મહિલાઓ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી રાજકારણનો લાવશે અંત