અમેરિકામાં પણ બોગસ વોટર્સ, ટ્રમ્પને કેમ અચાનક યાદ આવી ભારતની SIR પ્રક્રિયા? મિડ-ટર્મ ચૂંટણી પહેલાં મચ્યો USA માં ખળભળાટ !

ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારતીય ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી રહ્યો છે. તેઓ અમેરિકામાં પણ આવા જ SIR ની હિમાયત કરી રહ્યો છે. તેનું માનવું છે કે અમેરિકાની મતદાર યાદીમાં હજારો બિન-નાગરિક મતદારો છે.

અમેરિકામાં પણ બોગસ વોટર્સ, ટ્રમ્પને કેમ અચાનક યાદ આવી ભારતની SIR પ્રક્રિયા? મિડ-ટર્મ ચૂંટણી પહેલાં મચ્યો USA માં ખળભળાટ !
USA SIR
Image Credit source: X
| Updated on: Aug 20, 2026 | 8:29 AM

છેલ્લા કેટલાક દિવસોથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યો છે. પહેલાં તેને ભારતીય ચૂંટણી પંચની ફોટોવાળી મતદાર ઓળખપત્ર વ્યવસ્થા પસંદ આવી હતી અને હવે તે અમેરિકામાં પણ SIR જેવી પ્રક્રિયા લાવવાની વાત કરી રહ્યો છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ પણ કરી છે. ટ્રમ્પની પોસ્ટના એક એક શબ્દના અર્થ સમજીએ તો સવાલ થાય છે કે આખરે તેની મજબૂરી શું છે અને તેઓ શું ઇચ્છે છે?

શું અમેરિકામાં પણ ભારતની જેમ SIR થશે?

અમેરિકામાં પણ SIR ની ચર્ચા તેજ બની છે. SIR ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. દુનિયા હવે ચર્ચા કરી રહી છે કે શું અમેરિકામાં ભારત જેવું SIR હશે. શું અમેરિકા પણ SIR દ્વારા મતદાન પ્રક્રિયાને ચકાસશે? ટ્રમ્પની ચિંતા શું છે? તેનો ડર શું છે? તેની ચિંતાનું વાસ્તવિક કારણ શું છે?

ટ્રમ્પનો દાવો છે કે યુએસ મતદાર યાદીની ચકાસણી દરમિયાન, 24000 થી વધુ બિનનાગરિક મતદારો મળી આવ્યા હતા. ટ્રમ્પનો દાવો છે કે બિન-નાગરિક મતદારો મુખ્યત્વે ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે. જે રિપબ્લિકન પાર્ટી અને તેની નીતિઓને અસર કરે છે. અમેરિકામાં 3 નવેમ્બર, 2026 ના રોજ મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે.

12 કરોડ 80 લાખ મતદારોનું વિશ્લેષણ

ટ્રમ્પે આંકડાઓ સાથે પોતાનો દાવો રજૂ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું હતું કે 2020 ના મતદાતા રેકોર્ડ અને નાગરિકતાના રેકોર્ડનું મેચિંગ કરવામાં આવ્યું હતું. 12 કરોડ 80 લાખ મતદાતાઓના પ્રારંભિક વિશ્લેષણમાં 24000 બિનનાગરિક મતદાતાઓ ઓળખાયા હતા. વધુમાં ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે બાકીના 3 કરોડ 20 લાખ મતદાતાઓના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે.

ટ્રમ્પનો દાવો છે કે આ તપાસથી યુએસમાં બિનનાગરિક મતદાતાઓની સંખ્યા વધી શકે છે. તે આ સમગ્ર મુદ્દાને અમેરિકન હિતો સાથે જોડી રહયો છે. તેનું કહેવું છે કે ‘સેવ અમેરિકા એક્ટ’ કોઈપણ કિંમતે પસાર થવો જોઈએ. ટ્રમ્પે 2020 ની યુએસ ચૂંટણીઓ અંગે પણ ઘણા ચોંકાવનારા દાવા કર્યા હતા. તે કહ્યું હતું કે જો 2020 માં ગેરકાયદેસર મતો અને ગેરરીતિઓ દૂર કરવામાં આવી હોત, તો તે ચૂંટણી જીતી શક્યો હોત.

અમેરિકામાં SIR કેવી રીતે બન્યો મુખ્ય મુદ્દો?

ટ્રમ્પના દાવામાં કેટલું સત્ય છે તે અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે અમેરિકામાં ભારત જેવી SIR પ્રક્રિયાની ચર્ચા વધી રહી છે. ભારતમાં ચૂંટણી પહેલાં SIR દરમિયાન જે શબ્દો અને મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા, તેવા જ શબ્દો હવે અમેરિકામાં પણ ચર્ચાઈ રહ્યા છે. આ મુદ્દાને સમજવા માટે કેટલાક મુખ્ય શબ્દો પર નજર કરીએ

  • ફેક વોટર: ટ્રમ્પે પણ આવા મતદારોનો ઉલ્લેખ કર્યો છે.
  • વોટ ચોરી: ભારતમાં જેમ વોટ ચોરીના આરોપો ચર્ચામાં રહ્યા હતા, તેમ ટ્રમ્પ પણ અમેરિકામાં મતદાનમાં ગેરરીતિના દાવો કરી રહ્યો છે.
  • વોટર લિસ્ટનું શુદ્ધિકરણ: ટ્રમ્પ મતદાર યાદીને વધુ ચોક્કસ અને શુદ્ધ બનાવવાની વાત કરી રહ્યો છે.
  • વોટર વેરિફિકેશન: મતદારોની ઓળખ અને નાગરિકતાની ચકાસણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
  • ગેરકાયદેસર ઘૂસણખોરી: અન્ય દેશોમાંથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા પર તેની અસર અંગે પણ ટ્રમ્પ દાવા કરી રહ્યા છે.

નવા કાયદા વિશે વાત કરી રહ્યો છે હવે ટ્રમ્પ

ટ્રમ્પ હવે ચૂંટણી વ્યવસ્થામાં ફેરફાર માટે નવા કાયદાની વાત કરી રહ્યો છે. તે ભારત જેવી ફોટો ID વ્યવસ્થાનો ઉલ્લેખ અગાઉ કરી ચૂક્યો છે. ટ્રમ્પે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું નામ લઈને ભારતીય ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા પણ કરી છે. હવે તેઓ અમેરિકામાં પણ મતદાર યાદીની ચકાસણી અને મતદાન પ્રક્રિયાને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધવાની વાત કરી રહ્યો છે.

કયા દેશોના મૂળના બિનનાગરિક મતદારોનો ટ્રમ્પે ઉલ્લેખ કર્યો?

વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં મેક્સીકન મૂળના બિનનાગરિક મતદારો મોટી સંખ્યામાં છે. તેમની સંખ્યા આશરે 3800 છે. 950 કેનેડિયન મૂળના મતદારો છે એટલે કે બિનનાગરિક મતદારો જેઓ કેનેડામાં જન્મ્યા હતા પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ મતદાન કરે છે. 900 ફિલિપિનો અને જમૈકન મતદારો, 700 જર્મન મૂળના, 650 બ્રિટિશ મૂળના, 450 ક્યુબન મૂળના, 400 વિયેતનામી મૂળના, 400 હૈતીયન મૂળના અને 350 દક્ષિણ કોરિયન મૂળના મતદારો છે. ટ્રમ્પના દાવા મુજબ, 14,500 મતદારો એવા છે જેઓ અન્ય દેશોમાં જન્મ્યા હતા પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે.

Donald Trump

આ પણ વાંચો, ડાબર પછી, FSSAI એ ફરીથી કરી કડક કાર્યવાહી ! આ વખતે ઝંડુ સહિતની કંપનીઓ પર તવાઈ

 

Follow Us
Loading...
Unable to load recommendations.