Dog Auction ! આ દેશ પોતોના આળસુ અને ડરપોક શ્વાનની હરાજી કરવા નીકળ્યો

|

Jul 07, 2021 | 1:16 PM

ડોગીની હરાજી પોલીસ એકેડેમીના પરિસરમાં જ કરવામાં આવશે. સરકારી નિયમોના પાલન કરવાની શરતે લોકોને આ શ્વાન વેચવામાં આવશે. આ બધા જ શ્વાન નાના, ડરપોક અને વાત ન માનવા વાળા છે.

Dog Auction ! આ દેશ પોતોના આળસુ અને ડરપોક શ્વાનની હરાજી કરવા નીકળ્યો
પોલીસની તાલિમ પામેલા શ્વાનની ફાઇલ તસવીર

Follow us on

China : સામાન્ય રીતે માણસોને પોતાની નોકરી ગુમાવવાનો ડર રહે છે અને કોરોના કાળમાં તો લાખો લોકોએ રોજગારી ગુમાવી પણ દીધી. પરંતુ ચીનમાં શ્વાનને તેમના પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. જી હાં, ભલે તમને આ વાત અટપટી લાગી હોય પણ વાત સો ટકા સાચી છે. ચીનની પોલીસ એકેડેમીએ પોતાની ટીમના કેટલાક ડોગને ટીમમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહી પણ ચીનના 54 જેટલા ડરપોક ડોગ્સની હરાજી પણ શરૂ કરી દીધી છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર આ વાતની મજાક ઉડી રહી છે પરંતુ ચીનની પોલીસને આ વાતથી કોઇ ફરક નથી પડી રહ્યો.

આ ડોગીની હરાજી પોલીસ એકેડેમીના પરિસરમાં જ કરવામાં આવશે. સરકારી નિયમોના પાલન કરવાની શરતે લોકોને આ શ્વાન વેચવામાં આવશે. આ બધા જ શ્વાન નાના, ડરપોક અને વાત ન માનવા વાળા છે. આ ડોગી એટલા ડરપોક છે કે કોઇને કરડી પણ નથી શક્તા. આ શ્વાનની કિંમત 200 યુઆન એટલે કે 2200 ભારતીય રૂપિયા છે

નિયમોને આધિન અપાશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

– બોલી લગાડનારે સરકારી નિયમોનું પાલન કરવું પડશે
– તેમણે આ શ્વાનનું યોગ્ય રીતે ધ્યાન રાખવું પડશે
– આ શ્વાનને ફરીથી કોઇને વેચી નહી શકાય
– શ્વાનને મારી નહીં શકાય

આ બધા જ શ્વાન પોલીસ એકેડેમીના ટ્રેનિંગ કાર્યક્રમને પાસ નથી કરી શક્યા માટે તેમની હરાજી કરવામાં આવી રહી છે. આ ડોગીમાં જર્મન શેફર્ડ અને બેલ્જિયમ માલિનોઇસ સામેલ છે. હરાજીની જાહેરાત જોઇને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, સરકારી નોકરી મેળવવા માટે શ્વાનો વચ્ચે પણ ભારે કોમ્પીટીશન છે.

આ પણ વાંચો – ફિલ્મનો પડદો હોય કે વાસ્તવિક જીવન …, હંમેશાં ખેતી સાથે સંકળાયેલા રહ્યા Dilip Kumar ! ક્યારેક કર્યું હતું ફળ વેચવાનું કામ

 

આ પણ વાંચો – Domestic Flight: કોરોના હળવો પડતા જ હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધાયો મોટો વધારો, સર્વે પ્રમાણે 42% વૃદ્ધિ નોંધાઈ

Next Article