Breaking News: શું હુમલાની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ હતી? પ્રેસ સેક્રેટરીએ હુમલાના કલાકો પહેલા જ કેમ કહ્યું ‘ગોળીબાર’ થશે?

ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલાના ગણતરીના કલાકો પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક નિવેદનમાં ‘Shots Fired’ (ગોળીબાર) શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે હવે ઘણા સવાલો ઊઠી રહ્યા છે.

Breaking News: શું હુમલાની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ હતી? પ્રેસ સેક્રેટરીએ હુમલાના કલાકો પહેલા જ કેમ કહ્યું ગોળીબાર થશે?
| Updated on: Apr 26, 2026 | 5:34 PM

અમેરિકાની હિલ્ટન હોટલમાં શનિવારની રાત્રે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થયેલા ગોળીબારની ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હુમલાના થોડા કલાકો પહેલા ‘ગોળીબાર’ એટલે કે ‘Shots Fired’ થવા અંગે વાત કરતા જોવા મળે છે.

કેરોલિન લેવિટનું નિવેદન શું હતું?

હકીકતમાં, વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત ‘કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર’ પહેલા પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને કાર્યક્રમના માહોલ વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજની રાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમનું ભાષણ ક્લાસિક ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટાઇલમાં હશે. આજે રાત્રે હોલની અંદર કેટલાક ‘શૉટ્સ ફાયર’ (Shots Fired) થશે. આથી દરેક વ્યક્તિએ આ જોવું જોઈએ, તે ખરેખર શાનદાર રહેવાનું છે.”

ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને આધારે સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું વ્હાઇટ હાઉસને આ હુમલાની જાણ પહેલેથી જ હતી? હવે જ્યારે આ નિવેદનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે મામલો કંઈક અલગ જ નીકળ્યો. ખરેખર તો, લેવિટ અહીં ‘Shots Fired’ રૂઢિપ્રયોગનો ઉપયોગ ટ્રમ્પના તીખા શાબ્દિક હુમલાઓ અને કટાક્ષના સંદર્ભમાં કરી રહ્યા હતા પરંતુ થોડા જ કલાકો બાદ ખરેખર ગોળીઓ ચાલવાને કારણે તેમના આ શબ્દ પર સવાલો ઉઠવા લાગ્યા છે.

હિલ્ટન હોટલમાં શું થયું હતું?

શનિવારની રાત્રે જ્યારે કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ગોળીઓનો અવાજ સંભળાયો હતો. સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં ટ્રમ્પે તેને ‘હત્યાનો પ્રયાસ’ ગણાવ્યો હતો. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ કેલિફોર્નિયાના 31 વર્ષીય કોલ ટોમસ એલન તરીકે કરી છે. તે હોટલમાં જ એક મહેમાન તરીકે રોકાયો હતો. શંકાસ્પદ પાસેથી એક શોટગન, એક હેન્ડગન અને ચપ્પુ મળી આવેલ છે.

હવે ‘અમેરિકા’ રહેવા લાયક નથી રહ્યું… ધીરે ધીરે ભારતીયો ‘મોહ’ છોડી રહ્યા છે, લોકો વતન પાછા ફરવા આતુર

Published On - 5:34 pm, Sun, 26 April 26

Follow Us