Pakistanમાં ફરી બનાવવામાં આવશે તોડાયેલા મંદિર,સુપ્રિમ કોર્ટનો ઇમરાન સરકારને આદેશ

|

Feb 09, 2021 | 11:35 PM

Pakistan ની સુપ્રિમ કોર્ટે ખૈબર પખ્તુનખ્વાહ  સરકારને આદેશ આપ્યો છે  કે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત મંદિરને તાત્કાલિક બાંધવામાં આવે. સુપ્રીમ કોર્ટે એક સદી જુના મંદિરના નિર્માણ માટે પખ્તુનખ્વા સરકારને ઠપકો આપ્યો છે.

Pakistanમાં ફરી બનાવવામાં આવશે તોડાયેલા મંદિર,સુપ્રિમ કોર્ટનો ઇમરાન સરકારને આદેશ

Follow us on

Pakistan ની સુપ્રિમ કોર્ટે ખૈબર પખ્તુનખ્વાહ  સરકારને આદેશ આપ્યો છે  કે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત મંદિરને તાત્કાલિક બાંધવામાં આવે. સુપ્રીમ કોર્ટે એક સદી જુના મંદિરના નિર્માણ માટે પખ્તુનખ્વા સરકારને ઠપકો આપ્યો છે. મંદિરના નિર્માણ કાર્ય માટે સમયમર્યાદા પણ માંગવામાં આવી છે.

Pakistan  માં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગત ડિસેમ્બરમાં જિલ્લાના ટેરી ગામમાં મંદિર પર કટ્ટરવાદી જમિઆત ઉલામા-એ-ઇસ્લામ પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ માનવ અધિકાર કાર્યકરો અને લઘુમતી હિન્દુ સમુદાયના લોકોએ જમિઆત ઉલેમા-એ-ઇસ્લામ પક્ષના નેતાઓની આકરી નિંદા કરી હતી.

Pakistan  માં મંદિરને નુકસાન થતાં માનવ અધિકાર કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે તેના પુનર્નિર્માણનો આદેશ આપ્યો હતો. તેમજ બાંધકામના કામની સમયમર્યાદા આપવા જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતે ત્રણ જજોની ખંડપીઠ દ્વારા ચુકાદો આપ્યો છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ગુલઝારે કહ્યું કે ખૈબર પખ્તુનખ્વા માં મંદિરના મુદ્દે કોઈ કોઇ જપ્તી ધરપકડ કરો તો અમને સૂચિત કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Pakistan  સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ સામાજિક સમાનતાની ચર્ચાઓ તીવ્ર બની છે. પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોના લોકો પર અત્યાચારનો મામલો સામે આવે છે. ચુકાદો આપતી વખતે જસ્ટીસ એજાઝ-ઉલ-હસને કહ્યું કે મંદિર પર હુમલો કરનારા લોકોને સારા પાઠ ભણાવવા કોર્ટે આ આદેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તેના નિર્ણયમાં કહ્યું હતું કે બોર્ડ એક બંધારણીય સંસ્થા છે, જે ભાગલા પછી ભારતથી પાકિસ્તાન આવેલા હિન્દુઓ અને શીખ લોકોનાં મંદિરોનું સંચાલન કરે છે.

Next Article