રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વભરમાં રક્ષા બજેટે રેકોર્ડ તોડ્યો, ભારત ચોથા સ્થાને, તો જાણો પાકિસ્તાનનો ક્રમ

|

Apr 25, 2023 | 6:28 PM

SIPRIના મીડિયા રિપોર્ટસ અનુસાર ચીન અને રશિયાના આંકડા પારદર્શિતાના અભાવના કારણે અંદાજિત બજેટ ખર્ચના છે, પરંતુ આ બંને દેશો રક્ષા પર ખર્ચના મામલે ભારત કરતા ઘણા આગળ છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વભરમાં રક્ષા બજેટે રેકોર્ડ તોડ્યો, ભારત ચોથા સ્થાને, તો જાણો પાકિસ્તાનનો ક્રમ
સાંકેતિક ફોટો
Image Credit source: Google

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે રક્ષા બજેટના મામલે છેલ્લા એક વર્ષમાં રશિયાને પાછળ છોડી દીધું છે. ભારત હવે વિશ્વનો ચોથો સૌથી મોટો રક્ષા બજેટ ધરાવતો દેશ છે. દુનિયાભરમાં તણાવો વધતા 2021ની સરખામણીમાં 2022માં 3.7 ટકા વધીને 2240 ડોલર બિલિયન સુધી પહોંચી ગયું છે. થિંક-ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)એ મંગળવારે આ માહિતી આપી હતી. SIPRIએ શસ્ત્ર નિયંત્રણ પર સંશોધન કરતી સંસ્થા છે.

આ પણ વાંચો: India China Border Dispute: ચીનની અક્કલ આવી ઠેકાણે, 18માં રાઉન્ડની સૈન્ય વાતચિત બાદ આપ્યું મોટુ નિવેદન

રક્ષા ખર્ચમાં અમેરિકા પ્રથમ નંબરે

SIPRIના અહેવાલ અનુસાર સૈન્ય ખર્ચમાં અમેરિકા 10 સૌથી મોટા દેશોમાં નંબર વન છે, તેનું રક્ષા બજેટ 887 ડોલર બિલિયન છે. જ્યારે બીજા નંબર પર ચીન આવે છે, જેનું રક્ષા બજેટ 292 ડોલર બિલિયન છે. રશિયા 86.4 ડોલર બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. ભારત 81.4 ડોલર બિલિયન સાથે ચોથા સ્થાને છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સાઉદી અરેબિયા પણ ટોપ 5 દેશમાં સામેલ

આ પછી સાઉદી અરેબિયા પાંચમા સ્થાને છે. જેનું રક્ષા બજેટ 75 ડોલર બિલિયન છે. ત્યારબાદ અનુક્રમે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને જાપાનનું રક્ષા બજેટ 10માં નંબર પર આવે છે.

પાકિસ્તાનને 24મું સ્થાન મળ્યું

આ રીપોર્ટ પ્રમાણે યુક્રેનનું રક્ષા બજેટ 44 અબજ ડોલર સાથે 11માં સ્થાને છે. બીજી તરફ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક સંકટ વચ્ચે પણ પોતાના રક્ષા ખર્ચમાં સતત વધારો કર્યો છે. સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું અને સતત આક્રમણ ભારત પર ચાલુ રાખ્યું છે.

આર્થિક સંકટની વચ્ચે પાકિસ્તાન ટોપ 25 દેશમાં સામેલ

SIPRIના રિપોર્ટ અનુસાર મોંઘવારી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનનો પણ રક્ષા ખર્ચ કરનાર ટોપ 25 દેશમાં સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10.3 બિલિયન ડોલરના ખર્ચ સાથે પાકિસ્તાન આ યાદીમાં 24માં ક્રમે છે.

રશિયા-યુક્રેન સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

બંને નેતાઓએ ક્રેમલિનમાં ઈન્ડો-પેસિફિક રણનીતિનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આનાથી શાંતિ અને સ્થિરતા પર નકારાત્મક અસર પડે છે. આવું પહેલીવાર થઈ રહ્યું હતું, જ્યારે ઈન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, અગાઉ રશિયન અધિકારીઓ તેને ભારત અને રશિયા વચ્ચે તણાવ પેદા કરવાનું પશ્ચિમી ષડયંત્ર ગણાવતા હતા.

આ બેઠકમાં G-20નો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે G20 જેવું વૈશ્વિક મંચ આર્થિક મુદ્દાઓ માટે બનાવવામાં આવ્યું છે, તેમાં અન્ય મુદ્દાઓને સામેલ ન કરવા જોઈએ. આ મુદ્દે પણ બંને નેતાઓ સહમત થયા હતા.

આ સંબંધનો ભારત પર અસર

આ મિત્રતા ભારત માટે બહુ સારી નથી. પરંતુ ગયા વર્ષથી રશિયા અને ચીન નજીક આવી રહ્યા હતા. જ્યારે પણ વૈશ્વિક મંચ પર રશિયા વિરુદ્ધ કોઈ મતદાન થયું ત્યારે ચીને હંમેશા રશિયાનું સમર્થન કર્યું છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. અહીં ચીન સાથે ભારતનો તણાવ યથાવત છે.

ચીન LAC પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે બંને દેશોમાં તણાવ છે. બંનેની સેના સરહદ પર તૈનાત છે. પરંતુ જો ચીન અને રશિયાની મિત્રતા વધુ ગાઢ થશે તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. જોકે વિદેશી બાબતોના નિષ્ણાતો માને છે કે આ એક ડીલ છે. જે પોતાના સ્વાર્થ માટે ચાલે છે. રશિયા અને ચીન માત્ર અસ્થાયી મિત્રો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article