Covaxinને હજુ સુધી મળ્યું નથી WHOનું Approval, જાણો શું છે સમગ્ર મામલો

|

Jul 09, 2021 | 4:32 PM

કોરોના મહામારીના સમયમાં મોટાભાગના દેશોમાં વેક્સિન (vaccine) લીધેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.મોટાભાગના દેશ WHOની ઈમરજન્સી યુઝ (Emergency use list)લીસ્ટને જ ફોલો કરે છે. આ માટે કોવિડશીલ્ડ (Covidshield)ની સાથે કોવેક્સિનને પણ આ લીસ્ટમાં સામેલ થવી ખુબ જરુરી છે,

Covaxin : ભારત બાયોટેકની કોવેક્સિન WHOની ઈમરજન્સી યુઝ લીસ્ટમાં સામેલ થવા માટે છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈ રહી છે. આજે અમે તમને આ વિડીયોમાં સમજાવીશું કે, કોવેક્સિન (Covaxin)  માટે WHOનું અપ્રુવલ કેટલું જરુરી છે, કોવેક્સિન જો WHO ના લીસ્ટમાં સામેલ થઈ જાય છે તો તમારી પર આ વેક્સિન (vaccine)ની કેટલી અસર પડશે તેમજ એ પણ જાણવા મળશે કે, આ વેક્સિનને WHO (World Health Organization)એ અત્યાર સુધી કેમ અપ્રૂવ કરી નથી,

કોવેક્સિન માટે ઈમરજન્સી યુઝ લીસ્ટ કેમ જરુરી છે

કોરોના મહામારીના સમયમાં મોટાભાગના દેશોમાં વેક્સિન (vaccine) લીધેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. જેના માટે કેટલાક દેશોએ એપ્રુવ વેક્સિનેશનનું લીસ્ટ બનાવ્યું છે એટલે કે, તે દેશની યાત્રા કરનારા લોકોએ લીસ્ટમાં સામેલ વેક્સિન લીધી છે તો જ તેમને મંજૂરી મળશે.

મોટાભાગના દેશ WHO (World Health Organization)ની ઈમરજન્સી યુઝ (Emergency use list)લીસ્ટને જ ફોલો કરે છે. આ માટે કોવિશીલ્ડ (Covidshield)ની સાથે કોવેક્સિનને પણ આ લીસ્ટમાં સામેલ થવી ખુબ જરુરી છે, કારણ કે, કોવેક્સિન લઈ ચૂકેલા ભારતીય લોકોને વિદેશ યાત્રામાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

 

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આજ સુધીમાં કોઈ પણ દેશે આ પ્રકારનો નિયમ બનાવ્યો નથી. અને વિદેશની મુસાફરી માટે નેગિટિવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો ખુબ જરુરી છે

તમને ખબર છે વેક્સિનને કઈ રીતે મળે છે WHOનું અપ્રુવલ?

જેના માટે વેક્સિન (vaccine) કંપનીઓએ 4 તબક્કામાંથી પસાર થવાનું હોય છે. સૌથી પહેલા WHO નિર્માતા કંપનીની એક્સપ્રેસંગ ઓફ ઈન્ટરસનો સ્વીકાર કરે છે, ત્યારબાદ WHO અને વેક્સિન (vaccine)કંપની વચ્ચે એક પ્રિ સબમિશનમિંટીગ થાય છે, WHO વેક્સિન ડોક્યુમેન્ટ રિવ્યુ કરે છે જેમાં મેનુફેકચરિંગ ક્વોલિટી ડેટા, નોન-કલિનિકલ ડેટા અને ક્લિનિકલ ડેટા સામેલ થાય છે

કોવેક્સિને પ્રથમ તબક્કો પાર કર્યો છે. 23 જૂનના રોજ કંપનીની WHO (World Health Organization)ની સાથે પ્રિ સબમિશન મીટિંગ મળી હતી.ભારત બાયોટેકને પુરો વિશ્વાસ છે કે,ટુંક સમયમાં જ તેમની વેક્સિનને ઈમરજન્સી યુઝ લીસ્ટ (Emergency use list)માં સામેલ કરવામાં આવશે.કંપનીના બિઝનેસ ડેવલપમેટ એન્ડ એડવોકેસી હેડ રેચેઝ એલ્લાએ કહ્યું કે, અમને ,આશા છે કેWHOની મંજુરી મળી જશે. પહેલા પણ અમારી કેટલીક વેક્સિનને WHOની મંજૂરી મળી છે.

આપને જણાવીએ કે WHO ના EULમાં કઈ -કઈ વેક્સિન સામેલ છે.31 ડિસેમ્બર 2020ના રોજ WHOએ ઈમરજન્સી યુઝ માટે બાયોટેકની ફાઈઝર વેક્સિનને મંજુરી આપી હતી. ઑક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સિનને આ વર્ષ 15 ફેબ્રુઆરીના રોજ અપ્રુવલ મળ્યું છે.જોનસેન ની વેક્સિનને 12 માર્ચે WHO(World Health Organization)ની લીલી ઝંડી મળી હતી.મૉડર્ના અને ચીનની સિનોફાર્માને પણ WHO ની મંજૂરી મળી ચૂકી છે,આ સિવાય હાલમાં એક ચીની વેક્સિન સિનોવૈકને પણ WHO ની ઈમરજન્સી યૂઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

હવે તમને જણાવીએ કે, EULમાં સામેલ થવાના ફાયદા શું છે ?

જો ભારત બાયોટેકને WHO (World Health Organization)ની મંજૂરી મળી જાય છે તો ભારતીય નાગરિક આસાનીથી મુસાફરી કરી શકશે અને કંપની વિદેશી વેક્સિન નિર્માતાઓની સાથે સાયન્ટિફીક રિસર્ચ અને કોલાબરેશન પણ કરી શકશે. આપને જણાવી દઈએ કે, ભારત બાયોટેકે પહેલા જ અમેરિકા (America)અને બ્રાઝીલની કંપનીની સાથે કોવેક્સિનના પ્રોડક્શન અને એક્સપોર્ટ માટે કરાર કર્યા છે.

હવે જાણીએ કે, ક્યાં દેશોએ કોવેક્સિનને લીલી ઝંડી આપી છે? ભારત સિવાય કોવેક્સિનને ઈરાન, મૉરીશસ, ઝિમ્બામ્વે, ફિલીપાઈન્સ, નેપાલ, ગુયાના, મેકસિકો અને પરાગ્વેમાં ઉપયોગ માટે અપ્રુવલ મળ્યું છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર બ્રાઝીલે કેટલીક શરતની સાથે કોવેક્સિનને દેશમાં ઈમ્પોર્ટ કરવા માટે પ્રપોઝલને મંજુરી આપવામાં આવી છે. પ્રથમ ફેઝમાં તેમને કોવેક્સિનની 4 મિલિયન ડોઝ મળવાની આશા છે.

કોવેક્સિનના ત્રીજા તબક્કાના ફેઝના કલિનીકલ ટ્રાયલ ડેટાને હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ગવર્મેન્ટના સોર્સ મુજબ કંપનીએ વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલનો ડેટા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાને સોંપવામાં આવ્યો છે.

આ સિવાય ભારત બાયોટેકે 2 થી 18 વર્ષના બાળકો પર વેક્સિનનું ટ્રાયલ શરુ કરી દીધું છે. જેને લઈ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે પરંતુ હાઈકોર્ટે કોઈ સ્ટે ઓર્ડર આપ્યો નથી. માટે ટ્રાયલ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશ કોવેક્સિન (Covaxin)ને WHO (World Health Organization)ના ઈમરજન્સી યુઝ લીસ્ટમાં સામેલ કરવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Corona vaccine : કોરોનાના નવા વેરિએન્ટ સામે બચાવશે વેક્સિનનો ત્રીજો ડોઝ, વેક્સિનેશન માટે Pfizer BioNTech મંજૂરી માંગશે

 આ પણ વાંચો : Corona vaccine : કોરોના વેક્સિન પર શાનદાર વીડિયો વાયરલ, ભાઈનો જોશ જોઈ નર્સ પણ ડરી ગઈ

Published On - 4:30 pm, Fri, 9 July 21

Next Video