રોડ પર યુગલે ડાન્સ કર્યો, સરકારે 10 વર્ષની સજા ફટકારી, જુઓ VIDEO

|

Feb 01, 2023 | 4:14 PM

આ બ્લોગર કપલનું નામ અસ્તિયાઝ હગીગી (21) અને અમીર મોહમ્મદ અહમદી (22) છે. ઈરાન (IRAN) મીડિયાના અહેવાલ અનુસાર, રિવોલ્યુશનરી કોર્ટે એક બ્લોગર દંપતીને 10 વર્ષ અને 6 મહિનાની સજા સંભળાવી છે.

રોડ પર યુગલે ડાન્સ કર્યો, સરકારે 10 વર્ષની સજા ફટકારી, જુઓ VIDEO
ઇરાનમાં કપલને ડાન્સ કરવા પર મળી સજા
Image Credit source: Twitter

Follow us on

ઈરાનની એક અદાલતે એક યુવાન યુગલને 10 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. તેણે ઈરાનની રાજધાની તેહરાનના ફ્રીડમ સ્ક્વેરમાં સ્ટ્રીટ ડાન્સ કરતા પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પછી ઈસ્લામિક સરકારે નારાજગી વ્યક્ત કરતા દંપતીની ધરપકડ કરી હતી. આ બ્લોગર કપલનું નામ અસ્તિયાઝ હગીગી (21) અને અમીર મોહમ્મદ અહમદી (22) છે. ઈરાન મીડિયાના એક અહેવાલ અનુસાર, 29 જાન્યુઆરીના રોજ રિવોલ્યુશનરી કોર્ટે એક બ્લોગર કપલને 10 વર્ષ અને 6 મહિનાની સજા સંભળાવી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઈરાન કોર્ટે તેને સાર્વજનિક સ્થળે ડાન્સ કરવા અને વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ દોષી ગણાવ્યો છે. મળતી માહિતી મુજબ, બ્લોગર્સ અસ્તિયાઝ હગીગી અને અમીર મોહમ્મદ અહમદીએ ઈરાનના વિરોધકારોનું સમર્થન કરતો એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પછી નવેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાનના આઝાદી સ્ક્વેરમાં બ્લોગર કપલનો ડાન્સ કરતા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 


ડાન્સ પર લગાવ્યા ખતરનાક આરોપ

આ પછી, સરકારે બંનેની ઑનલાઇન સામગ્રી પોસ્ટ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બંને યુગલો પર રિવોલ્યુશનરી કોર્ટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવા અને સરકાર વિરુદ્ધ પ્રચાર ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ઈરાનમાં મહિલાઓને જાહેરમાં ડાન્સ કરવાની મંજૂરી નથી.

તેમના વિશે વાત ન કરવા માટે પરિવારનું દબાણ

મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેની ધરપકડ બાદ મારપીટ કરવામાં આવી હતી અને તેમને ગુપ્તચર મંત્રાલયના વોર્ડ 209માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઈરાન સરકાર પર એવા પણ આરોપો છે કે તેમણે અસ્તિયાઝ અને અમીરને વકીલો રાખવા દીધા નહોતા અને તેમને જામીન પણ આપ્યા ન હતા. આ સાથે સરકાર દ્વારા બંનેના પરિવારજનો પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ તેમની ધરપકડ અંગે કોઈને વાત ન કરે.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 4:12 pm, Wed, 1 February 23

Next Article