Coronavirus Update : સંકટ સમયમાં અમેરિકાની 100 નર્સનું ગ્રુપ આવશે ભારત

|

May 17, 2021 | 1:08 PM

અમેરીકાની નર્સના એક ગ્રુપે ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે 100 થી વધારે અમેરીકાની નર્સ ઘર અને પરિવાર છોડીને ભારત આવી રહી છે.

Coronavirus Update : સંકટ સમયમાં અમેરિકાની 100 નર્સનું ગ્રુપ આવશે ભારત
નર્સ ચેલ્સિયા વોલ્શ (ફાઇલ ફોટો)

Follow us on

Coronavirus Update : અમેરીકાની નર્સના એક ગ્રુપે ભારતની ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે 100 થી વધારે અમેરીકાની નર્સ ઘર અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. આ બાબતે તેઓ વિઝા અને અન્ય મુદે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ તમામ નર્સની ઇચ્છા છે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત આવી જાય. ઉલ્લેખનીય છે કે નર્સના આ ગ્રુપ દ્વારા આ મિશનને નર્સ ઓન એ મિશન નામ આપવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે આ આઇડિયા વોશિંગ્ટનના નર્સ ચેલ્સિયા વોલ્શનો છે. આ નર્સ દ્વારા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ભારતની હૉસ્પિટલ અને સામૂહિક અંતિમ સંસ્કારની તસ્વીરો શેર કરવામાં આવી અને લખ્યુ કે આ બધુ જોઇને અમે દુ:ખી છીએ, અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.

મહત્વપૂર્ણ છે કે વૉલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે, ‘આ પોસ્ટ પછી છેલ્લા થોડા દિવસથી મારો ફોનમાં સતત રિંગ વાગી  રહી છે. થોડા જ દિવસોમાં ભારતની મદદ માટે સમગ્ર અમેરિકામાંથી નર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને મુશ્કેલીના આ સમયમાં અમારી જરુર છે. અમે ચમત્કાર ન કરી શકીએ પરંતુ અમારુ બધુ દાવ પર લગાવવા અમે તૈયાર છીએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વોલ્શ દ્વારા પહેલા ઇચ્છુક નર્સને કામમમાં પડનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવામાં આવે છે. નર્સ કહે છે અમને બધુ જ મંજૂર છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ બનાવ્યા બાદ નર્સનું ગ્રુપ ટર્ન યોર કન્સર્ન ઇન ટુ એક્શન ફાઉન્ડેશન સાથે જોડાયેલુ છે. જે ભારતમાં તેમના રહેવાની પણ વ્યવસ્થા કરશે.

આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સા ખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સ ભારત આવવની ટ્રિપનો ખર્ચો કરવા માટે સક્ષમ નથી. તેમણે ક્રાઉડ ફંડિગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન મિશન ટુ ઇન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય 50 હજાર ડોલર એટલે કે આશરે 36 લાખ ભેગા કરવાનું છે અને આ ટીમ દ્વારા રવિવાર સુધી 12 લાખ ભેગા થઇ ચૂક્યા છે.

Published On - 1:07 pm, Mon, 17 May 21

Next Article