Corona news : રૂમમાં સિગારેટના ઘુમાડાની જેમ ફેલાઈ શકે છે કોરોનાનો વાયરસઃ ઈન્ટરનેશનલ હેલ્થ એક્સપર્ટની ચેતવણી

|

May 09, 2021 | 12:59 PM

Corona news : રીચર્સ કહે છે કે કોઇ પણ સંક્રમિત વ્યક્તિના ત્રણથી છ ફુટ સુધી નજીક રહેવાથી સૌથી મોટુ જોખમ છે. કારણ કે કોરનાના આ કણ બહુ સૂક્ષ્મ હોય છે અને શ્વાસ લેતા સમયે સામેવાળાને સંક્રમિત કરી શકે છે. સલાહકારે કહ્યુ કે છાંટા શ્વાસ લેવા,બોલવા ગાવા,વ્યાયામ ઉધરસ,છીંક અને સંક્રમણ ફેલાવા જેવી ગતિવિધિઓ દરમિયાન શ્વાસ છોડવાથી ફેલાય છે. 

Corona news : રૂમમાં સિગારેટના ઘુમાડાની જેમ ફેલાઈ શકે છે કોરોનાનો વાયરસઃ ઈન્ટરનેશનલ હેલ્થ એક્સપર્ટની ચેતવણી
સાંકેતિક તસ્વીર

Follow us on

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સ્પીડ વધી રહી છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ભારતમાં ફેલાઇ રહેલી બીજી લહેરનો વાયરસ એયરબોર્ન છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ છે કે હવાઇ હોવાનો મતલબ એ નથી કે વાયરસ હવાના માધ્યમથી શ્લાસ લેવાથી ફેલાઇ જશે.

જો કે યૂનાઇટેડ સ્ટેટસ સેન્ટર્સ ઓફ ડિસિઝ કંટ્રોલ (CDC) એ શુક્રવારે કોરોના વાયરસ બિમારીના ફેલાવવાના સંબંધમાં એક નવી સલાહ આપી છે  અને કોવિડના માનવ શરીર સુધી પહોંચવાની ત્રણ રીત બતાવી છે. CDCએ કહ્યુ કે વાયરસ મુખ્ય રુપથી શ્વાસ લેવા, એકત્ર કરવાથી અને અડવાથી ફેલાય છે. પરંતુ એક નવા રિસર્ચ પ્રમાણે  જાણકારી મળી કે જો હવામાં કોરોના વાયરસના ટીપાં હોય તો આપને શ્વાસ લેવાની સાથે શરીરમાં પ્રવેશ કરી આપને સંક્રમિત કરી શકે છે.

આ રીચર્સ કહે છે કે કોઇ પણ સંક્રમિત વ્યક્તિના ત્રણથી છ ફુટ સુધી નજીક રહેવાથી સૌથી મોટુ જોખમ છે. કારણ કે કોરોનાના આ કણ બહુ સૂક્ષ્મ હોય છે અને શ્વાસ લેતા સમયે સામે વાળાને સંક્રમિત કરી શકે છે. તજજ્ઞ સલાહકારે કહ્યુ કે છાંટા, શ્વાસ લેવા, બોલવા ગાવા, વ્યાયામ, ઉધરસ, છીંક અને સંક્રમણ ફેલાવા જેવી ગતિવિધિઓ દરમિયાન શ્વાસ છોડવાથી ફેલાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આનો મતલબ છે કે કોઇ બંધ રુમ અથવા ક્ષેત્રમાં આ બિમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવવાની સંભાવના વધી જાય છે. CDCએ એ પણ જણાવ્યુ કે આપણને મોટા છાંટાથી વધારે ખતરો નથી કારણ કે થોડી સેકન્ડમાં હવા ઓછી થઇ જાય છે પરંતુ નાના કણ જેમનુ વજન ઓછુ હોય તે હવામાં તરતા રહે છે.

મેક્સ હેલ્થ કેયરના ડો રોમેલ ટિકૂએ શુક્રવારે એક અખબારને કહ્યુ કે એયરબોર્ન એટલે કે હવાનો મતલબ મતલબ એ નથી કે વાયરસ હવામાં છે અને તમારા શ્વાસ લેવાથી તમને સંક્રમિત કરી દેશે. એયરબોર્નનો મતલબ છે કે જો એક નાના રુમમાં એક કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિ છે અને તે રુમમાં વ્યક્તિને ઉધરસ થાય છે તો એયરોસોલ 30મિનિટથી 1 કલાક હવામાં રહી શકે છે.

 

Next Article