કોરોનાના કારણે 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય તેવા ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ

|

Oct 05, 2020 | 5:51 PM

દવા ન શોધાય ત્યાં સુધી કોરોનાને નિયંત્રણમાં રાખવા સરકારે વૈકલ્પિક ઉપચાર અને લોકડાઉન સુધી પ્રયાસ કર્યા, પરંતુ ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ બેકાબુ બની રહી છે. સતત વધતા કેસ અને મૃતકોની સંખ્યામાં વધારો દેશના આરોગ્ય વિભાગ સામે પણ પડકારો ઉભા કરી રહ્યો છે. કોરોનાવાઈરસ સંક્રમણથી 1 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા હોય  તેવો ભારત ત્રીજો દેશ […]

કોરોનાના કારણે 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય તેવા ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ

Follow us on

દવા ન શોધાય ત્યાં સુધી કોરોનાને નિયંત્રણમાં રાખવા સરકારે વૈકલ્પિક ઉપચાર અને લોકડાઉન સુધી પ્રયાસ કર્યા, પરંતુ ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ બેકાબુ બની રહી છે. સતત વધતા કેસ અને મૃતકોની સંખ્યામાં વધારો દેશના આરોગ્ય વિભાગ સામે પણ પડકારો ઉભા કરી રહ્યો છે. કોરોનાવાઈરસ સંક્રમણથી 1 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા હોય  તેવો ભારત ત્રીજો દેશ બન્યો છે. અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત ત્રીજો દેશ બન્યો છે, જ્યાં કોરોના 1 લાખથી વધુ લોકોને ભરખી ગયો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક લાખથી વધુ કોરોના સંક્રમિતઓના મૃત્યુ થયા હોય તેવા દેશ

1. અમેરિકા   214,615
2. બ્રાઝીલ    146,375
3. ભારત       102,746

ત્યારે વિશ્વમાં કોરોનાના કારણે 1,042,344 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 1.46 લાખ લોકો અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં આ સંક્રમણથી મૃત્યુઆંક 2 લાખને પાર કરી ગઈ છે.  ભારતમાં પણ સંક્રમણને કારણે 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં કોરોનાની હાલની સ્થિતિ

કુલ કેસ          66,26,291
એક્ટિવ કેસ    9,36,013
રિકવરી          55,86,703 (98%)
મૃત્યુ               1,02,746 (2%)

દેશમાં કોરોનાવાઈરસ સંક્રમણની સૌથી ખરાબ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. બીજા નંબર પર આંધ્ર પ્રદેશમાં, ત્રીજા નંબર પર  કર્ણાટક, ચોથા નંબર પર તમિલનાડુ અને પાંચમાં નંબર  યુપી છે. સંક્રમિતઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા સાથે હાલના સમયમાં જાગૃતિ એકમાત્ર વિકલ્પ છે. અનલોક દરમ્યાન કેસોની સંખ્યા વધી છે, પરંતુ હવે કોરોના વેક્સીન નજીકના ભવિષ્યમાં આવે તેવી આશાઓ પણ સેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:47 pm, Mon, 5 October 20

Next Article