પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું

|

Mar 24, 2022 | 5:19 PM

Pakistan Political Turmoil; એવું કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે તેમની સરકાર 28 માર્ચે પડી જશે.

પાકિસ્તાનમાં સરકાર 28 માર્ચે ઘર ભેગી થશે, ઈમરાનખાને કરી કબૂલાત, ઇસ્લામાબાદની રેલીમાં આપી શકે છે રાજીનામું
Imran Khan, Prime Minister of Pakistan

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ની સરકાર પડી શકે છે. TV9 ભારતવર્ષના પાકિસ્તાનમાં હાજર સૂત્રો તરફથી એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના (Qamar Javed Bajwa) કહેવા પર વિપક્ષ દ્વારા લાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ઇમરાને સ્વીકાર્યું છે કે તેમની સરકાર 28 માર્ચે પડી જશે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) 27 માર્ચે ઈસ્લામાબાદમાં રેલી કરવા જઈ રહી છે. આ રેલીમાં ઈમરાન પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઈમરાન પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારને હટાવી શકે છે.

આ પહેલા, નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે બુધવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાને વર્ષ 2019માં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો (Qamar Javed Bajwa) કાર્યકાળ વધારવામાં જાણી જોઈને વિલંબ કર્યો હતો જેથી પ્રક્રિયા સામે ‘વિવાદ ઊભો થઈ શકે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ મુજબ, શરીફે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) હંમેશા સેનાનું સન્માન કરે છે. જ્યારે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં લશ્કરી દળોને નિશાન બનાવતા અભિયાન પાછળ ઈમરાનખાનના શાસકપક્ષ તહેરીક એ ઈન્સાફનો હાથ હોવાનું મનાય છે.

ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

પાકિસ્તાનમાં ઈમરાન ખાને, વર્ષ 2018માં સત્તા સંભાળ્યા બાદ,સૌથી મુશ્કેલ રાજકીય સંકટનો સામનો કરવા જઈ રહ્યા છે. જેના કારણે ઈમરાનની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના માટે શુક્રવારે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના સમાચાર અનુસાર, શરીફે કહ્યુ છે કે, 2019માં વડાપ્રધાન ઈમરાન ખાને સેના પ્રમુખનો કાર્યકાળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિનિયમમા ત્રણવાર સુધારો કરવામાં આવ્યો હતો. જોકે શરીફે સ્વીકાર્યું હતું કે તેમની પાસે તેમના આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવો નથી.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

શું છે આંકડાઓની રમત ?

ઈમરાનને પદ પરથી હટાવવા માટે પાકિસ્તાનની 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને 172 વોટની જરૂર છે. ઈમરાન સરકાર પાસે ગૃહમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે તેને ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂર છે. પાર્ટીને ઓછામાં ઓછા છ રાજકીય પક્ષોના 23 સાંસદોનું સમર્થન છે.

આ પણ વાંચોઃ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો ક્રેઝ યથાવત : આ પાકિસ્તાની અભિનેતાએ તેની પત્ની સાથે ‘ગંગુબાઈ’ જોવા આખુ થિયેટર બુક કરાવ્યુ

આ પણ વાંચોઃ

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિંદુ છોકરી બની શિકાર, બળજબરીથી ધર્મ પરિવર્તન બાદ થયા લગ્ન

Next Article