ચીની નિષ્ણાતોનો દાવો: 2027 પહેલા જ ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

ચીને જારી કરેલી વસ્તી ગણતરીના અહેવાલમાં મંગળવારે જણાવ્યું હતું કે ચીનમાં વસ્તી દર ખૂબ જ ધીમી ગતિએ વધી રહ્યો છે. જે મુજબ ભારત 2027 માં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

ચીની નિષ્ણાતોનો દાવો: 2027 પહેલા જ ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે
File Image

એક અંદાજ મુજબ ભારત ચીનને વટાવી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. ચાઇનીઝ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર 2027 માં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાનો અંદાજ છે. પરંતુ અહેવાલમાં એવો પણ દાવો છે કે કેટલાક વર્ષોથી ચીનમાં સતત ઘટી રહેલા જન્મ દરને કારણે, ભારત 2023-2024 સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

સંયુક્ત રાષ્ટ્રના 2019 ના અનુમાન મુજબ 2050 સુધીમાં ભારતની વસ્તી 27.3 કરોડ વધશે અને 2027 સુધીમાં તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. અત્યારે હાલની વાત કરીએ તો એક અંદાજ મુજબ ભારતની વસ્તી 1 અબજ 37 કરોડ છે, જ્યારે ચીનની વસ્તી 1 અબજ 43 કરોડ છે. પરંતુ તાજેતરમાં ચાઇનીઝ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે 2027 માં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાનો અંદાજ હશે.

એક દાયકામાં એકવાર ચીન વસ્તી ગણતરી જાહેર કરે છે. જારી કરેલી વસ્તી ગણતરીના અહેવાલમાં મંગળવારે જણાવ્યું છે કે ચીનમાં વસ્તી દર ખૂબ જ ધીમી ગતિએ વધી રહ્યો છે. વસ્તી વૃદ્ધિ દરમાં આ ઘટાડાને લીધે ભવિષ્યમાં ચીનને મજૂર સંસાધનની તંગીનો સામનો કરવો પડી શકે છે.

2019 ની તુલનામાં ચીનની વસ્તી 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે, જો કે દેશમાં વસ્તી વૃદ્ધિનો આ સૌથી ધીમો દર છે. 2019 માં, વસ્તી 1.4 અબજ હતી. ચીનની સૌથી વધુ વસ્તીવાળા દેશની સ્થિતિ હજી પણ અકબંધ છે, જોકે સત્તાવાર અંદાજ મુજબ આ સંખ્યા આવતા વર્ષે ઘટશે. જે મજૂરની અછત તરફ દોરી શકે છે અને ઉપભોગનું સ્તર પણ ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં,તેની અસર ભવિષ્યમાં દેશના આર્થિક દૃશ્ય પર પણ પડશે.

પેકિંગ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી લૂ જિહુઆએ જણાવ્યું હતું કે 2027 સુધીમાં ચીનની વસ્તી ટોચ પર હશે અને ત્યારબાદ તે ઘટશે. જો કે ઘણા નિષ્ણાતો માને છે કે આ સમય ફક્ત 2022 માં આવશે.

આ પણ વાંચો: એક વિચિત્ર બાદશાહ: ઊંચાઈના હિસાબે સૈનિકોને આપતો હતો પગાર, સૈનિકો પાસે કરાવતો હતો આવું કામ

આ પણ વાંચો: ભારતમાં કોરોના વિસ્ફોટ માટે કોણ જવાબદાર? જાણો WHO એ કોને ઠેરવ્યા જવાબદાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati