રશિયાની ધમકી પર ચીન આકરા પાણીએ, કહ્યું ‘કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા નથી ઈચ્છતું, તમામ પક્ષોએ સંયમ રાખવો’

|

Apr 27, 2022 | 7:18 AM

Russia Ukraine war : ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગે કહ્યું, "અમે આશા રાખીએ છીએ કે સંબંધિત પક્ષો સંયમ રાખશે અને શક્ય તેટલી વહેલી તકે શાંતિનું વાતાવરણ બનાવી શકશે."

રશિયાની ધમકી પર ચીન આકરા પાણીએ, કહ્યું કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા નથી ઈચ્છતું, તમામ પક્ષોએ સંયમ રાખવો
China President Xi Jinping (File Photo)

Follow us on

Russia Ukraine Crisis: ચીને (China) મંગળવારે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવની (Russian Foreign Minister Sergey Lavrov) ત્રીજા વિશ્વયુની ચેતવણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ  (World War III) જોવા નથી માંગતું. રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ ત્રીજા વિશ્વયુદ્ધના ખતરા અંગે લવરોવના નિવેદનના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા નથી માંગતું.”વાંગે વધુમાં કહ્યું હતુ કે, ‘અમે આશા રાખીએ છીએ કે સંબંધિત પક્ષો સંયમ રાખશે, તણાવને વધતો અટકાવશે, શક્ય તેટલી વહેલી તકે શાંતિનું વાતાવરણ ઊભું કરશે.’ રશિયન સમાચાર એજન્સી ‘તાસ’એ લવરોવને ટાંકીને કહ્યું કે પરમાણુ યુદ્ધ રશિયાની સૈદ્ધાંતિક સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે આવા સંઘર્ષના ભયને ઓછો આંકવો જોઈએ નહીં.

છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલુ

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે(Russia Ukraine War)  છેલ્લા 62 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન હુમલામાં યુક્રેનના ઘણા શહેરો ખંડેરોમાં ફેરવાઈ ગયા છે. સાથે જ આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. આમ છતાં બંને દેશોમાં કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. યુદ્ધના બે મહિના પૂર્ણ થયા પછી, હવે વિશ્વ પર એક ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યાર સુધી ઈશારામાં જે કહેવાતું હતું તે હવે ખુલ્લેઆમ કહેવાઈ રહ્યું છે. ત્રીજા વિશ્વયુદ્ધના તણાવ વચ્ચે હવે પરમાણુ હુમલાના ગંભીર ખતરાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

રશિયાના વિદેશ મંત્રી લવરોવે ત્રણ ધમકીઓ આપી હતી

આ ધમકી બીજા કોઈએ નહીં પરંતુ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Russian Foreign Minister Sergei Lavrov) આપી હતી. પ્રથમ ખતરો – લવરોવે ત્રીજા વિશ્વ યુદ્ધના ખતરાની ચેતવણી આપી છે. બીજો ખતરો – લવરોવે નાટો પર આરોપ લગાવ્યો છે કે નાટો યુક્રેનનો ઉપયોગ કરીને રશિયા સાથે પ્રોક્સી વોર કરે છે, જે ત્રીજું વિશ્વ યુદ્ધ વધુ ઉશ્કેરી શકે છે અને સૌથી મોટો ત્રીજો ખતરો – લવરોવે કહ્યું કે અમેરિકા પરમાણુ યુદ્ધ ટાળવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા. હવે વિશ્વ પરમાણુ યુદ્ધના મોટા જોખમનો સામનો કરી રહ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

 

આ પણ વાંચો : Air-One Vertiport: ઈંગ્લેન્ડમાં ખુલ્યું વિશ્વનું પ્રથમ ‘વર્ટિપોર્ટ’, જાણો અન્ય એરપોર્ટથી આટલું અલગ કેમ છે?

આ પણ વાંચો : Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article