ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન

|

Apr 07, 2022 | 9:59 AM

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચીનમાં (China) કેદીઓના હૃદય કાઢવામાં આવી રહ્યા છે.

ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન
China Jail (File Photo)

Follow us on

ચીનમાંથી (China) એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અહીં મૃત્યુદંડની સજા (The death penalty) પામેલા કેદીઓના હૃદય, ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં  ચીનના આ ઘૃણાસ્પદ રહસ્યનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ચીની સર્જનો અને તબીબી કર્મચારીઓ કેદીઓના(Prisoner)  હૃદયને બહાર કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેદીઓને મૃત જાહેર કરવામાં આવે તે પહેલા જ શરીરના ભાગોને કાઢી નાખવામાં આવી રહ્યા છે. શરીરના અંગોના ટ્રાન્સપ્લાન્ટને(Transplant)  લઈને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના અંગો કાઢતી વખતે તેનુ મૃત્યુ ન થવું જોઈએ.

ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી

જો કે, અમેરિકન જર્નલ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનો દર્શાવે છે કે ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી. રિપોર્ટ માટે ચીની સાયન્ટિફિક જર્નલમાં (Scientific Journal)  2,838 રિપોર્ટની ફોરેન્સિક સમીક્ષા કરવામાં આવી છે. આ પછી, આવા 71 કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યાં સર્જનોએ દર્દીઓના ‘બ્રેન ડેડ’ થતા પહેલા તેમના હૃદય અથવા ફેફસાં કાઢી નાખ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચીનમાં કેદીઓના અંગો કાઢવા પર પ્રતિબંધ

અલ જઝીરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ 71 કેસ 1980 થી 2015 વચ્ચે નોંધાયા હતા. 2015 એ વર્ષ છે જ્યારે ચીને મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓના અંગો દૂર કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ (Prohibition) મૂક્યો હતો. જો કે આ પહેલા, ચીનમાં મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટ કેસોમાં, મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓમાંથી શરીરના અંગો કાઢવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે બહુ ઓછા લોકો સ્વેચ્છાએ અંગોનું દાન કરવા માટે આગળ આવી રહ્યા નહોતા. ચીનમાં ભૂતકાળમાં પણ આવા જઘન્ય ગુનાઓ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ચીનની ગણના માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશ તરીકે પણ થાય છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

Next Article