India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા

|

Nov 28, 2021 | 2:49 PM

બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન, ભારતીય પક્ષે પૂર્વી લદ્દાખ સેક્ટરની નજીકના વિસ્તારોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી.

India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા
India-China Border

Follow us on

ચીન (China) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય માળખાગત સુવિધાઓમાં સતત મોટું રોકાણ કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન, ભારતીય પક્ષે પૂર્વી લદ્દાખ સેક્ટરની નજીકના વિસ્તારોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારતની ચિંતાનું કારણ એ છે કે ચીન અહીં નવા હાઈવે બનાવી રહ્યું છે.

ડ્રેગને એલએસીની બાજુમાં મિસાઈલ રેજિમેન્ટ સહિત ભારે હથિયારો તૈનાત કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીન હાઈવેને પહોળો કરી રહ્યું હોવાથી સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાશગર, ગર ગુનસા અને હોટનમાં ચીનના ઠેકાણાઓ સિવાય હવે તે નવી એરસ્ટ્રીપ્સ બનાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે એક વિશાળ પહોળો હાઇવે પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જે LAC પરના ચીની સૈન્ય ચોકીઓની આંતરિક વિસ્તારો સાથે કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. સૂત્રોએ જણાવ્યું કે ચીનની સેના તેની એરફોર્સ અને સેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે. તેઓ અમેરિકન અને અન્ય ઉપગ્રહોની નજરથી બચી રહ્યા છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

ચીન LAC પર તિબેટીયન સૈનિકો તૈનાત કરી રહ્યું છે
તિબેટીયનોની ભરતી અને તેમને સૈનિકો સાથેની સરહદી ચોકીઓ પર તૈનાત કરવાના પ્રયાસો પણ વેગ પકડી રહ્યા છે. ચીન આ વધુ પડકારજનક વિસ્તારમાં તિબેટના (Tibet) લોકોનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે ચીનના મુખ્ય સૈનિકો માટે અહીં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષના શિયાળાની સરખામણીમાં, ચીની આશ્રયસ્થાનો રોડ કનેક્ટિવિટી અને અનુકૂલનની દ્રષ્ટિએ વધુ સારી રીતે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે PLA દ્વારા નિયંત્રિત રોકેટ અને મિસાઈલ રેજિમેન્ટ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે.

ચીને દેખરેખ માટે ડ્રોન તૈનાત કર્યા
સૂત્રોએ જણાવ્યું કે ચીને ડ્રોનની તૈનાતીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, કારણ કે તેણે આ ક્ષેત્રમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં ડ્રોન તૈનાત કર્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાજેતરના સમયમાં ભારતીય સરહદોની સામે તૈનાત ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ચીને તે ક્ષેત્રમાં ક્ષમતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય પક્ષ પણ ગત વર્ષની સરખામણીએ વધુ તૈયાર છે. તે આ વિસ્તારમાં કોઈપણ દુ:સાહસનો સામનો કરવા માટે તૈયાર છે.

 

આ પણ વાંચો : OMG ! 74 વર્ષની મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન, તે માને છે કે તેના પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે !

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી

Next Article