ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, ‘ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે’

|

Mar 22, 2019 | 6:34 AM

પુલવામા આતંકી હુમલાના જવાબદાર આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બચવનાર ચીન ભારતનું મજાક ઉડાવી રહ્યું છે. હાલમાં જ ચીને યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે પોતાના વિટોનો ઉપયોગ કર્યો હતો. જે પછી ચીનના સામાનનો બહિષ્કાર કરવાની મુહિમ ચાલી છે ત્યારે તેના પર ચીને કટાક્ષ કરતાં કહ્યું કે, ભારત ઇચ્છે કે ના […]

ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે

Follow us on

પુલવામા આતંકી હુમલાના જવાબદાર આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બચવનાર ચીન ભારતનું મજાક ઉડાવી રહ્યું છે. હાલમાં જ ચીને યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે પોતાના વિટોનો ઉપયોગ કર્યો હતો. જે પછી ચીનના સામાનનો બહિષ્કાર કરવાની મુહિમ ચાલી છે ત્યારે તેના પર ચીને કટાક્ષ કરતાં કહ્યું કે, ભારત ઇચ્છે કે ના ઇચ્છે પણ તેને ભારતના સામાનનો ઉપયોગ કરવાનો રહેશે.

ચીનના સરકાર અખબાર ગ્લોબલ ટાઇમ્સના અનુસાર, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે યુએનમાં ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જે પછી ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ છે. પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ સાબિત થશે. ચીનના ગ્લોબલ ટાઇમ્સના અનુસાર ભારત ઉત્પાદન ક્ષેત્રે હજુ પણ અવિકસિત છે. અને તેમાં કૉમ્પિટિશનની ક્ષમતા નથી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોમવારે પ્રકાશિત થયેલા એક બ્લૉગમાં ઉલ્લેખ હતો કે કે કેટલાક વિશ્લલેષકો મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી રહ્યાં છે. છેલ્લા ઘણાં દિવસોથી #BoycottChineseProducts ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય થયું છે. તેમ છતાં આટલા વર્ષો બાદ પણ બૉયકોટનો પ્રોગ્રામ નિષ્ફળ જઇ રહ્યો છે. ભારત ચીનને સ્વીકારે કે ન સ્વીકારે ચાઇનીઝ પ્રોડક્ટ્સને પસંદ કરે કે ન કરે ભારતે મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જ પડશે. ભારતમાં હજુ પણ મોટા પાયે ઉત્પાદન કરવાની તાકાત નથી.

TV9 Gujarati

જો કે આ લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા ઘણાં સમયથી ભારત અને ચીનના સંબંધ સારા થયા છે. જ્યારે બંને દેશો વચ્ચે વેપારના માધ્યમથી પણ નિકટતા આવી છે. પરંતુ સાથે જ લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લોકસભાની ચૂંટણી નજીક હોવાના કારણે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને લોકપ્રિયતા મેળવવા માટે ચીનનો બહિષ્કાર કરવામાં આવી શકે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:00 am, Wed, 20 March 19

Next Article