ચીનની ભારત સાથે ફરી ગદ્દારી, પેંગોગ લેક નજીક ચીને સૈન્ય ચોકી બનાવી, અમેરિકાએ કહ્યું, અમે ભારતની સાથે છીએ

|

Dec 01, 2022 | 2:58 PM

સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું છે કે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા પ્રાપ્ત થયેલી તસવીરોમાં જોવાઇ રહ્યું છે કે પેંગોંગ લેકની નજીક ચીની (CHINA) સૈનિકો માટે હેડક્વાર્ટર અને ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.

ચીનની ભારત સાથે ફરી ગદ્દારી, પેંગોગ લેક નજીક ચીને સૈન્ય ચોકી બનાવી, અમેરિકાએ કહ્યું, અમે ભારતની સાથે છીએ
પેંગોગ લેક (ફાઇલ ફોટો)

Follow us on

ચીન અને પાકિસ્તાન હંમેશા ભારત સાથે અવળચંડાઇ કરતા રહે છે. ફરી આવી જ ચીનની એક હરકત સામે આવી છે. એક તરફ ચીન ભારત સાથે સંબંધો સુધારવા માટે સરહદો પરથી સૈન્ય હટાવવાની વાતો કરે છે. તો બીજી એક તરફ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીની સેના હેડક્વાર્ટર અને સૈન્ય ચોકીઓ તૈયાર કરી રહી છે. આ હકીકતનો દાવો એક વિદેશી અખબારે પોતાના અહેવાલમાં કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

વિદેશી અખબારના આ દાવાને લઇને અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. આ અંગે રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે ભારત-ચીનની નિયંત્રણ રેખા (LAC) પાસે ચીન સૈન્ય ચોકીનું નિર્માણ કરી રહ્યું છે. આ ચીનની હરકત પડોશી દેશ પ્રત્યે ચીનની આક્રમકતાનો સંકેત આપે છે. વધુમાં તેમણે ઉમેરીને કહ્યું કે અમેરિકા આ મામલે હંમેશા ભારતની સાથે છે.

અખબારે આ અંગે ચીની પોસ્ટને લગતી સેટેલાઇટ તસવીરો પણ ટાંકી છે. અને, આ તસવીરો બાબતે જ તેમણે આ ગંભીર અને ચિંતાજનક દાવો કર્યો છે. તેમને કહ્યું છેકે ચીનની આ હરકત સૂચવે છે કે ચીન અહીં લાંબા સમય સુધી ટકી રહેવાનો ઇરાદો ધરાવે છે.વધુમાં તજજ્ઞોએ કહ્યું છે કે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ પર મળેલી આ તસવીરોમાં જોવા મળે છે કે ચીનના સૈનિકોએ પેંગોંગ લેક પાસે સૈનિકો માટે હેડક્વાર્ટર તથા ચેક પોસ્ટ બનાવી દીધી છે. નોંધનીય છેકે પેંગોંગ લેક ભારત અને ચીન વચ્ચે આવેલો વિવાદીત વિસ્તાર છે. આ વિસ્તારની સરહદોને લઇને ચીન અને ભારત બંને વચ્ચે તણાવ હંમેશા વકરતો જ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમેરિકાએ ચીન સામે કરી લાલ આંખ, કહ્યું અમે ભારત સાથે છીએ

ભારત અને ચીન વચ્ચે આર્મી ચોકીના સમાચાર એ બેઇજિંગની વધતી આક્રમકતાનો વધુ એક સંકેત છે. યુએસ કોંગ્રેસના સભ્યએ જણાવ્યું  કે, અમેરિકા અને ભારત  સુરક્ષા ભાગીદારો સાથે સંયુક્ત રીતે લડી રહ્યું છે. યુએસ સાંસદ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકા ચીનના હરકતથી નારાજ છે. અને, અમેરિકા આ મામલે હંમેશા તેના સાથી દેશો ભારત તથા તાઈવાનની સાથે છે.

ભારત-અમેરિકાના યુદ્ધ અભ્યાસનો ચીને વિરોધ કર્યો

વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ઉત્તરાખંડમાં ભારત-યુએસ સંયુક્ત સૈન્ય અભ્યાસની 18મી આવૃત્તિ ચાલી રહી છે. ચીને બુધવારે કહ્યું હતું કે તે ભારત-અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસનો વિરોધ કરે છે. આ અભ્યાસ દિલ્હી- બેઇજિંગ વચ્ચે થયેલા કરારની ભાવનાનું ઉલ્લંઘન છે.

 

Published On - 2:58 pm, Thu, 1 December 22

Next Article