ચીનના સસ્તા AI મોડલ Deepseekથી અમેરિકન ટેક કંપનીઓમાં ફફડાટ, ટ્રમ્પ પણ ચિંતિત !

|

Jan 28, 2025 | 4:51 PM

ચીને Deepseekનું AI મોડેલ રજૂ કર્યું. Deepseekનું AI મોડેલ ઓપન AI અને મેટા પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલા મોડેલો કરતા ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું છે. Qihoo 360ના સીઈઓ ઝોઉ હોંગયીએ જણાવ્યું હતું કે Deepseek એ દુનિયા બદલી નાખશે.

ચીનના સસ્તા AI મોડલ Deepseekથી અમેરિકન ટેક કંપનીઓમાં ફફડાટ, ટ્રમ્પ પણ ચિંતિત !
Deepseek

Follow us on

તાજેતરના સમયમાં વિવિધ દેશોમાં AI ને લઈને દોડધામ ચાલી રહી છે. વિશ્વનો દરેક મોટો દેશ હાલમાં AI ટેકનોલોજીમાં આગળ વધવા માંગે છે. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ટેકનોલોજી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે 500 બિલિયન ડોલરના બજેટ સાથે સ્ટારગેટ ઓન એઆઈ નામના પ્રોજેક્ટની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ AI ટેકનોલોજીમાં ચીનના વધતા પગલાઓને રોકવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીનના એક પગલાએ આખા અમેરિકાને હચમચાવી નાખ્યું છે.

ચીને અમેરિકાને ચોંકાવી દીધું

ચીને Deepseekનું AI મોડેલ રજૂ કર્યું. Deepseekનું AI મોડેલ ઓપન AI અને મેટા પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલા મોડેલો કરતા ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું છે. Qihoo 360ના સીઈઓ ઝોઉ હોંગયીએ જણાવ્યું હતું કે Deepseek એ દુનિયા બદલી નાખશે. તો ગેમ ડેવલપર ફેંગજીએ કહ્યું કે ડીપસીક ચીનનું ભાગ્ય બદલી શકે છે.

Nvidia ને મોટું નુકસાન થયું

Nvidia એ AI પર કામ કરતી વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક છે. આ કંપનીના શેરમાં 17 ટકાનો જંગી ઘટાડો થયો છે. મીડિયા અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં 590 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકન શેરબજારમાં કોઈ કંપનીને આટલું મોટું નુકસાન થયું નથી. તાજેતરના સમયમાં Nvidia ના શેરમાં સતત વધારો જોવા મળ્યો છે, પરંતુ DeepSeek ને કારણે હવે તેના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મિયામીમાં રિપબ્લિકન કોંગ્રેસનલ મીટિંગમાં જણાવ્યું કહ્યું હતું કે સસ્તું ચીની AI મોડેલ Deepseek અમેરિકન કંપનીઓ માટે ચેતવણી છે કારણ કે તેના ઉદભવથી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો થયો છે.આશા છે કે ચીની કંપની દ્વારા Deepseek AIનું લોન્ચિંગ આપણા ઉદ્યોગોને યાદ અપાવશે કે આપણે જીતવા માટે સ્પર્ધા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.