Bus Fire Breaking News: પાકિસ્તાનમાં મોટો અકસ્માત, કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી બસમાં લાગી આગ, 35ના મોત

પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સાત ઘાયલ હોવાનું કહેવાય છે.

Bus Fire Breaking News: પાકિસ્તાનમાં મોટો અકસ્માત, કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી બસમાં લાગી આગ, 35ના મોત
| Edited By: | Updated on: Aug 20, 2023 | 9:39 AM

Pakistan News: પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રવિવારે વહેલી સવારે પિંડી ભટ્ટિયા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો: Pakistan News: લઘુમતીઓ પર અત્યાચાર, 5 ચર્ચમાં કરી તોડફોડ, ખ્રિસ્તીઓના ઘરો સળગ્યા, જુઓ તસવીરો

 

 

તમામ ઘાયલોને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું સાચું કારણ શું હતું તે અંગે હાલ માહિતી બહાર આવી નથી. હવે આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

પાકિસ્તાનમાં આજકાલ અનેક અકસ્માતો થયા છે

તમને જણાવી દઈએ કે, આ દિવસોથી પાકિસ્તાનથી દુર્ઘટનાના ઘણા સમાચાર આવી રહ્યા છે. લગભગ બે અઠવાડિયા પહેલા પાકિસ્તાનમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. બીજી તરફ, પંજાબ પ્રાંતમાં લગભગ સાત દિવસ પહેલા એક માર્ગ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા

મહત્વનું છે કે પાકિસ્તાનમાં હાલાત ખરાબ થઈ રહ્યા છે, પાકિસ્તાનમાં થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, તો એક બાજુ ઈમરાન ખાન અને શાહ મહેમુદ ખુરેશીની ધરપકડ કરવામાં આવી છે, જો કે પાકિસ્તાનમાં લઘુમતિઓ પણ સુરક્ષીત નથી. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા. ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:01 am, Sun, 20 August 23