Breaking News : ટેક્સટાઇલથી લઈને ઓટો પાર્ટ્સ સુધી, આ ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડા લાગુ થતાં કમાણીમાં વધારો જોવા મળશે

ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરારથી ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે. ટેક્સટાઇલ, સીફૂડ, ઓટો પાર્ટ્સ અને રસાયણો જેવા ક્ષેત્રોને યુએસ ટેરિફમાં 32% સુધીના ઘટાડાથી સીધો ફાયદો થવાની અપેક્ષા છે. આનાથી ભારતીય કંપનીઓ માટે નફો અને ટર્નઓવર બંનેમાં વધારો થઈ શકે છે.

Breaking News : ટેક્સટાઇલથી લઈને ઓટો પાર્ટ્સ સુધી, આ ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડા લાગુ થતાં કમાણીમાં વધારો જોવા મળશે
| Updated on: Feb 03, 2026 | 10:20 AM

અમેરિકાની સાથા લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ ડીલ સાથે જોડાયેલી વાતચીત પર મોટું અપટેડ સામે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આને લઈને સંકેત આપ્યો છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોલ પર વાત પણ કરી હતી. ત્યારબાદ આખા ટ્રેડનું સમીકરણ બદલાય ગયું છે. જે અમેરિકાએ ભારત પર ટકાથી વધારે ટેરિફ અને 25 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. એટલે કે, કુલ 50 ટકા ટેરિફ થયો હતો. હવે અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા બાદ ઓછું કરી 18 ટકા કર્યું છે. જે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની તુલનામાં ખુબ ઓછું છે. તો ચાલો આજે આપણે ટ્રમ્પના ટેરિફ મુવને સમજીએ આ સાથે અન્ય દેશો પર લાગનારા ટેરિફ વિશે પણ જાણીએ.

કયા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે?

ટેરિફ ઘટાડાનો સીધો લાભ એવા ક્ષેત્રોને મળશે જે અમેરિકામાં નોંધપાત્ર એક્સપોઝર ધરાવે છે. અગાઉ, 27 ઓગસ્ટના રોજ 50% સુધીના ટેરિફ લાગાવવાથી ભારતીય નિકાસકારો પર નોંધપાત્ર દબાણ આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને, કાપડ, સીફૂડ, ઓટો પાર્ટ્સ, કેમિકલ અને Consumer Goods Sectorને સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે.

ટેક્સટાઈલ સેક્ટરને લાભ

યુનાઇટેડ સ્ટેટ્સ ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક મુખ્ય બજાર છે. ટેરિફ ઘટવાથી કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ શકે છે અને ઓર્ડરમાં વધારો થઈ શકે છે. આનાથી આ ક્ષેત્રમાં કાર્યરત અને યુએસ બજારમાં કાર્યરત કંપનીઓને ફાયદો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નીચેની કંપનીઓનો યુએસ બજારમાં મજબૂત વ્યવસાય છે.

  • ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ
  • કાઇટેક્સ
  • ગોકલદાસ એક્સપોર્ટ્સ
  • પર્લ ગ્લોબલ
  • વેલસ્પન ઇન્ડિયા
  • હિમાત્સિંગકા સીડ
  • ટ્રાઇડેન્ટ
  • વર્ધમાન ટેક્સટાઇલ
  • અરવિંદ

સીફૂડ સેક્ટર

યુનાઇટેડ સ્ટેટ્સ ભારતીય ઝીંગા અને અન્ય સીફૂડ ઉત્પાદનોનો મુખ્ય ખરીદદાર છે. ટેરિફ રાહત આ ક્ષેત્રની માંગને પુનર્જીવિત કરી શકે છે. લાભ મેળવી શકે તેવી કેટલીક કંપનીઓ નીચે મુજબ છે.

  • એપેક્સ ફ્રોઝન ફૂડ્સ
  • વોટરબેઝ
  • અવંતી ફીડ્સ

ઓટો અને ઓટો પાર્ટ્સ ક્ષેત્ર

યુએસમાં ઓટો કમ્પોનન્ટ્સની ભારે માંગ છે. ટેરિફમાં ઘટાડાથી ભારતીય કંપનીઓને ખર્ચમાં રાહત અને નવા કરાર મળવાની અપેક્ષા છે. આ ક્ષેત્રની મુખ્ય કંપનીઓમાં સામેલ છે.

  • સોના BLW
  • રામકૃષ્ણ ફોર્જિંગ
  • ભારત ફોર્જ
  • ટાટા મોટર્સ
  • સંવર્ધન મધરસન
  • બાલકૃષ્ણ ટાયર્સ
  • સનસેરા એન્જિનિયરિંગ

કેમિકલ અને એગ્રોકેમિકલ ક્ષેત્ર

આ સોદાથી કેમિકલ ક્ષેત્રને પણ નોંધપાત્ર ફાયદો થઈ શકે છે, કારણ કે યુએસ ભારતીય વિશેષતા અને એગ્રોકેમિકલ માટે એક મુખ્ય બજાર છે. આ કંપનીઓને આ સોદાથી ફાયદો થવાની અપેક્ષા છે.

  • UPL
  • SRF
  • જુબિલન્ટ ઇન્ગ્રેવિયા
  • આરતી ઇન્ડસ્ટ્રીઝ
  • PI ઇન્ડસ્ટ્રીઝ

કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ

ફૂડ અને એફએમસીજી કંપનીઓને પણ ટેરિફ રાહતનો લાભ મળવાની આશા છે.

  • એલટી ફૂડ્સ (દાવત)
  • કેઆરબીએલ (ઇન્ડિયા ગેટ)
  • ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ

ભારત વિશ્વના ઉભરતા બજારોમાં બીજા ક્રમે

અમેરિકા પાસેથી આવેલી ટ્રેડ અને ટેરિફ અંગેના આ સમાચાર બજાર માટે સારા માનવામાં આવી રહ્યા છે, જે દેશના ઓટો સેક્ટર અને ટેક્સટાઇલ સેક્ટર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધુમાં, આનાથી આગામી દિવસોમાં અમેરિકા સાથે વેપાર વધવાની અપેક્ષા છે. આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે, અમેરિકાએ ટેરિફ ઘટાડ્યા છે. ભારત વિશ્વના ઉભરતા બજારોમાં બીજા ક્રમે છે. આનો અર્થ એ થયો કે સાઉથ કોરિયા પછી ભારત હવે વિશ્વના ઉભરતા દેશોમાં સૌથી ઓછો ટેરિફ ધરાવશે. આ વેપાર અને વિકાસ માટે પણ એક સકારાત્મક સંકેત છે. ભારત હવે ચીન, બાંગ્લાદેશ અને પડોશી પાકિસ્તાન કરતાં ઓછા ટેરિફને પાત્ર બનશે. ભવિષ્યમાં ભારતને આનો ફાયદો થવાની સંભાવના છે.

વિશ્વના ઉભરતા માર્કેટ પર ટેરિફ

હજુ પણ વિશ્વના ઉભરતા માર્કેટની જો વાત કરવામાં આવે તો,સૌથી ઓછું ટેરિફ અમેરિકાએ સાઉથ કોરિયા પર લગાવ્યો હતો. જે 15 ટકા છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે જે 18 ટકા થયો છે. ત્યારબાદ થાઈલેન્ડ, ફિલીપીન્સ,મલેશિયા, ઈન્ડોનેશિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા, ચાઈના અને બ્રાઝીલનું નામ આવે છે. પાકિસ્તાન પર હજુ અમેરિકાએ 19 ટકા ટેરિફ લગાવ્યો છે જે ભારતથી વધારે છે. આ સિવાય બાંગ્લાદેશ પર ટૈરિફ ભારતના મુકાબલે વધારે લાગેલો છે.

ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો, ટ્રમ્પના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો