Breaking News : દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈટ ડાયવર્ટ,પાયલોટે હાઈજેકનું સિગ્નલ મોકલ્યું

દુબઈથી ઇઝરાયલના તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટને ઇમરજન્સી સિગ્નલ મળ્યું હતુ, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવ્યું છે. હાઇજેકની પુષ્ટિ થઈ નથી, અને તપાસ ચાલુ છે.

Breaking News : દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈટ ડાયવર્ટ,પાયલોટે હાઈજેકનું સિગ્નલ મોકલ્યું
| Updated on: Sep 30, 2026 | 12:57 PM

બુધવારે સવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. વિમાને સંભવિત હાઇજેકિંગની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતો ઇમરજન્સી કોડ સક્રિય કર્યો હોવાના અહેવાલ છે. એક ડિસ્ટ્રેસ સિગ્નલ પણ મોકલવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જોકે, ઇઝરાયલી સરકારનો દાવો છે કે આ હાઇજેકિંગ નહોતું. વિમાનમાં 100 થી વધુ ઇઝરાયલી નાગરિકો સહિત 180 મુસાફરો હતા.

દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટ હાઇજેક થવાની આશંકા

એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાન સાઉદી અરેબિયામાં લેન્ડ કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, વિમાન ઉતરતા પહેલા તેની અંદર ખરેખર શું બન્યું હતું તે 100% ખાતરી સાથે કહેવું અશક્ય છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાંથી ઇમરજન્સી 7700 સ્ક્વોક સિગ્નલ મળ્યા બાદ ઇઝરાયલી લશ્કરી જેટને રવાના કરવામાં આવ્યા હતા.

આર્મી રેડિયાના મુજબ વિમાને કથિત રીતે હાઈજેકિંગના પ્રયાસો સાથે જોડાયેલ એક ઈમરજન્સી કોડને એક્ટિવેટ કર્યો અને ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યું હતુ. ત્યારબાદ મામલાને સંભવિત સુરક્ષા ઘટના તરીકે જોવામાં આવી રહી છે. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની સાચી સ્થિતિ શું છે. તેની સ્પષ્ટતા થઈ નથી. અધિકારીઓ વિમાનની અંદર શું થઈ રહ્યું છે. તેનો પ્રયાસ લગાવી રહ્યા છે.

નેતન્યાહુએ સુરક્ષા બેઠક બોલાવી

આ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ રક્ષા અધિકારીઓ સાથે એક સુરક્ષા બેઠક બોલાવી છે. ધ જેરુસલમ પોસ્ટ મુજબ બેઠકમાં વિમાન સાથે જોડાયેલી સ્થિતિ અને તેનાથી ઉભી થયેલી સંભવિત સુરક્ષા પડકાર પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ઈઝરાયલ એરફોર્સ હાઈ અલર્ટ પર

સંભવિત કટોકટીની સ્થિતિને જઈ, ઇઝરાયલી વાયુસેનાએ તેનું એલર્ટ વધાર્યું અને ફાઇટર જેટ તૈનાત કર્યા. આ ફાઇટર જેટ કોઈપણ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય પર છે. આ ઘટના બાદ, ઇઝરાયલમાં સુરક્ષા પગલાં પણ વધારી દેવામાં આવ્યા છે.

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. અહી ક્લિક કરો

 

 

Published On - 12:38 pm, Wed, 30 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.