US-Iran Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત તણાવ વધ્યો છે. હોર્મુઝની પાસે અપાચે હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકાએ બદલો લેવાનું શરું કર્યું છે. અમેરિકી સેનાએ ઈરાનમાં એક સાથે અનેક સ્થળો પર મોટા હુમલા કર્યા છે. ઈરાનમાં સતત ધમાકાનો અવાજ સંભળાય રહ્યો છે. ઈરાનના કેશમ દ્વીપ, હોર્મુઝ, ઝાસ્ક,સિરિક,બંદર અબ્બાસ અને બુશહરને નિશાને બનાવવામાં આવ્યું છે.
અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને પણ જવાબી કાર્યવાહી શરુ કરી છે. ઈરાની સેનાએ બેહરીનમાં અમેરિકી ઠેકાણાને ટાર્ગેટ કર્યો છે. આ રીતે બંન્ને દેશ વચ્ચે ફરી એક વખત યુદ્ધની આગ જોવા મળી રહી છે. તો ચાલો 5 પોઈન્ટમાં જાણીએ યુએસ ઈરાનમાં કઈ રીતે તણાવ વધ્યો ?
કઈ રીતે અમેરિકા-ઈરાનમાં તણાવ વધ્યો
- બંન્ને દેશો વચ્ચે ફરી એક વખત તણાવ વધવાનું કારણ હોર્મુઝની પાસે અમેરિકી અપાચે હેલીકોપ્ટર ક્રેશ થયું છે. અમેરિકાનો દાવો છે કે, આ હેલીકોપ્ટર ઈરાની ડ્રોન સાથે ટકરાયા બાદ ક્રેશ થયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાને હેલીકોપ્ટરનો નાશ કર્યો છે.
- હેલીકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકાએ સેલ્ફ-ડિફેન્સ માં ઈરાનના સૈન્ય ઠેકાણા પર તોડફાડ કરી હુમલો શરુ કર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી સેલ્ફ-ડિફેન્સની કાર્યવાહીમાં જણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની કાર્યવાહીના જવાબમાં આવું કરવામાં આવ્યું છે.
- ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબ આપ્યો છે. તેમણે બેહરીનમાં અમેરિકી બેસ પર ડ્રોનથી હુમલો કર્યો છે.IRGCએ બેહરીનમાં અમેરિકી નેવીના ફિફ્થ ફ્લીટ પર હુમલો કર્યો છે. ઈરાની સેનાએ અનેક બૈલિસ્ટિક મિસાઈલ છોડી છે. IRGCએ કહ્યું કે, દુશ્મનના હુમલાનો જવાબ આપ્યો છે.
- અમેરિકા અને ઈરાન વચ્ચે એપ્રિલમાં સીઝફાયર થયું હતુ. પરંતુ હાલના દિવસમાં ઈઝરાયલ દ્વારા લેબનાન પર કરાયેલા હુમલા અને જવાબી કાર્યવાહીમાં ઈરાને ઈઝરાયલ પર જે ટાર્ગેટ કર્યો. તે બાદ આ સીઝફાયર સંપૂણ તુટી ગયું છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ ઈરાનને લઈ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, ઈરાનની પાસે કરાર કરવાનો વિકલ્પ છે. અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ બે અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ જીતની ઘોષણા કરશે.
યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અહી ક્લિક કરો