Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ

|

Jul 30, 2023 | 6:35 PM

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. 

Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ

Follow us on

પાકિસ્તાનના (pakistan) ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ JUI-Fના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.

આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો છે. પોલીસ અને રેસક્યું ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ પોલીસે પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.

ડીઆઈજી મલાકંદનું કહેવું છે કે વિસ્ફોટ કેવી રીતે થયો તે વિશે કંઈ કહી શકાય નહીં. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલમાં અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ દરમિયાન, ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે બાજૌરમાં JUI-F સંમેલનમાં વિસ્ફોટના અહેવાલો “ચિંતાજનક” છે અને લોકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ પણ આજે કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ કેટલાક અંગત કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેમણે કહ્યું, ‘મને મળેલા રિપોર્ટ મુજબ 12 કામદારોના મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ હોવાનું કહેવાય છે. હું વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. તેમણે કહ્યું કે આજની ઘટના માનવતા પર હુમલો છે.

આ પણ વાંચો : શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું

JUI-Fએ ઉઠાવી માંગ, બ્લાસ્ટની તપાસ થવી જોઈએ

તેમણે માંગ કરી હતી કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ. તેમનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે JUI-Fને નિશાન બનાવવામાં આવ્યું હોય. આવું પહેલા પણ બન્યું છે. અમારા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:55 pm, Sun, 30 July 23

Next Article