Breaking News : યુદ્ધમાં પહેલી વાર જોવા મળ્યાં મોજતબા ખામેની ! સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે 12 સેકન્ડનો વીડિયો જાહેર…હવે શું કરશે અમેરિકા- ઈઝરાયેલ ?

Mojtaba Khamenei's video released : ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હુમલમાં મોજતબા ખામેની પણ ઈજાગ્રસ્ત થયા હોવાની અને હોસ્પિટલમાં દાખલ હોવાની વાત ફેલાઈ હતી. આ બધાની વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીનો એક 12 સેકન્ડનો વીડિયો ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

Breaking News : યુદ્ધમાં પહેલી વાર જોવા મળ્યાં મોજતબા ખામેની ! સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે 12 સેકન્ડનો વીડિયો જાહેર...હવે શું કરશે અમેરિકા- ઈઝરાયેલ ?
| Updated on: Aug 09, 2026 | 8:45 AM

Mehr News Agency releases video of Mojtaba Khamenei : ઈરાન અમેરિકા- ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન અત્યાર સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે ના આવેલા ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીનો એક વીડિયો જાહેર થયો છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ જાહેર કરેલ મોજતબા ખામેનીનો વીડિયો જોતજોતામાં ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોએ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને લઈને ઉડેલી અનેક વાતોનો છેદ ઉડાડે છે. તાજેતરમાં, ઇઝરાયલી મીડિયાએ એવો દાવો કર્યો હતો કે, મોજતબા ખામેનીને ગંભીર હાલત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી મીડિયાએ એવું પણ કહ્યું હતું કે, તેમના મૃત્યુના સમાચાર આશ્ચર્યજનક નહીં હોય. આ દાવાઓએ ઈરાનના સર્વોચ્ચ નેતાના સ્વાસ્થ્ય અંગે વિશ્વભરમાં અટકળો ફેલાવી હતી, જોકે ઈરાન તરફથી ઇઝરાયલી મીડિયાના દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ બધાની વચ્ચે, હવે ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ મોજતબા ખામેનીને એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જાહેર થવાથી મોજતબા ખામેનીની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવતા અગાઉના અહેવાલો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વીડિયોમાં, મોજતબા ખામેની લોકો સાથે વાતચીત કરતા જોવા મળે છે. પહેલી નજરે, આ વીડિયો તેમના ખરાબ સ્વાસ્થ્ય અંગેના અહેવાલોનો જવાબ હોય તેવું લાગે છે. જોકે, એક અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે, મેહર ન્યૂઝ એજન્સીએ એવી કોઈ સ્પષ્ટતા કરી નથી કે આ વીડિયો ક્યારનો છે. વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરીમાં જવાબદારી સંભાળી

જ્યારે આ 12-સેકન્ડના વીડિયોમાં મોજતબા ખામેની દેખાઈ રહ્યા છે, તે તેમના વર્તમાન સ્વાસ્થ્યની સ્થિતિને નિર્ણાયક રીતે સાબિત કરતું નથી. પરિણામે, ગંભીર બીમારીના અહેવાલો પછી પ્રકાશિત થયેલ આ વીડિયો નવા પ્રશ્નો ઉભા કરે છે. થોડા સમય પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, લશ્કરી કાર્યવાહી બાદ મોજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેઓ હુમલામાં 90% સુધી ઈજાગ્રસ્ત છે અને તેઓ કામકાજ કરી શકે તેવી સ્થિચિમાં નથી. જો કે, જગત જમાદારની આ વાત બાદ, હવે મોજતબા ખામેનીનો જાહેર થયેલ વીડિયો બાદની પરિસ્થિતિ અંગે અમેરિકાની આગામી વ્યૂહરચના શું હશે તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.


હકીકતમાં, મોજતબા ખામેની લાંબા સમયથી જાહેરમાં જોવા મળ્યા નથી. 28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલી હુમલામાં તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોત પછી તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતાની જવાબદારીઓ સંભાળી હતી. તાજેતરના અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તેમના મૃત્યુના સમાચાર સાંભળવા આશ્ચર્યજનક નહીં હોય.

હુમલા દરમિયાન ઇજાઓના દાવા

ત્યારથી, તેમના જાહેર દેખાવ અત્યંત મર્યાદિત રહ્યા છે, અને મુખ્યત્વે તેમના વતી ફક્ત લેખિત નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે, તેમના સ્વાસ્થ્ય અંગે સતત અટકળો ચાલી રહી છે. અગાઉના અહેવાલો પણ સામે આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોજતબા ખામેનીને યુએસ અને ઇઝરાયલી હુમલા દરમિયાન ઇજા થઈ હતી. કેટલાક અહેવાલોમાં તેમની ઇજાઓ ગંભીર ગણાવવામાં આવી હતી. ખાસ કરીને ચહેરા પર ગંભીર ઇજાનો ઉલ્લેખ કરાયો હતો. જેના કારણે તેઓ જાહેરમાં નથી આવતા. લોકોની નજરથી દૂર રહ્યેતા આવ્યા છે.

સીધી મુલાકાત કરવી મુશ્કેલ

સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, મોજતબા ખામેની વરિષ્ઠ અધિકારીઓ સાથે સીધી વાત કરવાને બદલે મધ્યસ્થી દ્વારા વાતચીત કરી રહ્યા છે. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્ટેટ ટેલિવિઝન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મોજતબા ખામેનીની સાથે સીધો સંપર્ક હાલમાં “ખૂબ જ મુશ્કેલ” હતો.

Breaking News : ઈરાને ખુલ્લેઆમ ધમકી આપી, અમેરિકાએ પોતાને સુધારવું પડશે તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે

Follow Us
Loading...
Unable to load recommendations.