Breaking News: શું મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની શરૂઆત થઈ ? જાણો કેવી રીતે તૂટી ગયું સીઝફાયર ? શું છે ટ્રમ્પનો પ્રોજેક્ટ ફ્રીડમ !

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું સીઝફાયર આખરે તૂટી ગયું છે. ઈરાની નૌસેનાએ Hormuz Strait માં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકી યુદ્ધજહાજ પર બે મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે.

Breaking News: શું મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની શરૂઆત થઈ ? જાણો કેવી રીતે તૂટી ગયું સીઝફાયર ? શું છે ટ્રમ્પનો પ્રોજેક્ટ ફ્રીડમ !
| Updated on: May 04, 2026 | 8:28 PM

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરી એકવાર લોહિયાળ મોડ પર આવી ગયા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે Hormuz Strait માં પ્રવેશી રહેલા અમેરિકી નૌસેનાના જહાજ પર બે મિસાઈલો છોડવામાં આવી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે અમેરિકી જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની ચેતવણીને અવગણીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત રસ્તો આપવા માટે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ ની જાહેરાત કરી છે. આ મિશનમાં:

  • અમેરિકાએ 15,000 સૈનિકો અને 100 થી વધુ જમીન તથા સમુદ્ર આધારિત વિમાનો તૈનાત કર્યા છે.
  • યુદ્ધજહાજો અને ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે.
  • ઓમાનના અધિકારીઓ સાથે સમન્વય કરીને એક ‘એડવાન્સ સિક્યોરિટી ઝોન’ બનાવવામાં આવ્યો છે.

ફ્રાન્સે અમેરિકાનો સાથ આપવાનો કેમ નકાર્યો?

  • અમેરિકાના આ આક્રમક વલણ વચ્ચે ફ્રાન્સે પોતાનો રસ્તો અલગ રાખ્યો છે.
  • રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ કર્યું છે કે ફ્રાન્સ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ માં સામેલ થશે નહીં.
  • મેક્રોને આ ફ્રેમવર્કને અસ્પષ્ટ ગણાવ્યું છે અને યુરોપના પોતાના અલગ સુરક્ષા ઉકેલો બનાવવાની વાત કરી છે.
  • ફ્રાન્સ ઈચ્છે છે કે વાતચીત દ્વારા આ સામુદ્રધુનીને ફરીથી ખોલવામાં આવે.

દરિયામાં છુપાયેલો ખતરો

અમેરિકી સુરક્ષા કેન્દ્રોએ ચેતવણી આપી છે કે સામાન્ય શિપિંગ રૂટ પરથી પસાર થવું ‘અત્યંત ખતરનાક’ હોઈ શકે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દરિયાઈ સુરંગો (Sea Mines) હોવાની આશંકા છે, જે કોઈ પણ મોટા જહાજને પળવારમાં નષ્ટ કરી શકે છે.

ભયના ઓથાર હેઠળ વિશ્વની અર્થવ્યવસ્થા

Hormuz Strait વિશ્વના તેલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વની છે. ઈરાને પહેલેથી જ ધમકી આપી છે કે તે અમેરિકાને અહીં કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરવા દેશે નહીં. હવે જ્યારે સીઝફાયર તૂટી ગયું છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર પલટવાર કરવાનો આદેશ આપે છે કે કેમ.

શું છે ‘અધિકારી’ અટકનું અસલી રહસ્ય? જાણો કેવી રીતે સત્તા અને વહીવટ સાથે જોડાયેલું છે આ નામ…

Follow Us