
સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શારજહામાં કર્ણાટકના એક વ્યક્તિની 2 મહિના પહેલા જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને 9 ટુકડામાં કારમાં રાખવામાં આવ્યો હતો. મૃતક વ્યક્તિનું નામ અલ્વિન પ્રકાશ કુંદર છે. 2 મહિના પછી આ ઘટનાનો ખુલાસો થયો છે. અલ્વિનના ભાઈ અનિલ પ્રશાંત કુંદરે આ વિશે જાણકારી આપી છે. અલ્વિન છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરી રહ્યો હતો.
અલ્વિન કુંદર ઉડ્ડુપીના કુંડાપુરનો રહેવાસી છે. તેની પત્ની ટીના સ્કૂલ ટિચર અને દીકરો 10મું ધોરણ ભણતો હતો. કેટલાક રિપોર્ટ મુજબ બંને હજુ ગુમ છે. હજુ સુધી કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી. મૃતક એલ્વિનના ભાઈ અનિલે ઉડુપી પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. પોલીસ શારજાહથી સત્તાવાર માહિતીની રાહ જોઈ રહી છે.
મળતી જાણકારી અનુસાર અનિલે 20 જુલાઈના રજો અલ્વિને ફોન કર્યો હતો. પરંતુ જવાબ આવ્યો ન હતો. બસ એક મેસેજ આવ્યું કે, હું ઠીક છું, અજીબ લાગ્યું કારણ કે, ભાઈ ક્યારેય આવી રીતે વાત કરતો ન હતો. એક અઠવાડિયા પછી ફોન આવ્યો તો કોઈ જવાબ ન આવ્યો. ચિંતા થતા અનિલે શારજાહામાં રહેતા અલ્વિનના ફ્રેન્ડ મનોહરનો સંપર્ક કર્યો હતો. મનોહર કંપનીના ફ્લેટ પર ગયો. તો ચોકીદારે કહ્યું અલ્વિન ભારત ગયો છે. કંપનીના એચઆરે પણ કહ્યું એલ્વિન ભારત ગયો છે. અલ્વિનના ભાઈ અનિલે કંપનીને ફોન કરી કહ્યું કે, અલ્વિન ભારત આવ્યો નથી.
કંપનીએ પાસપોર્ટ ચેક કર્યો તો ખબર પડી કે, તે હજુ શારજાહામાં છે. ત્યારબાદ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસમાં અલ્વિનનો મૃતદેહ ઓમાન જવાના રસ્તા પર ઉભેલી એક કારમાંથી મળ્યો હતો. મૃતદેહના 9 ટુકડા કરી 2 થેલા ભરવામાં આવ્યા હતા.
સોમવારે પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો, ત્યારબાદ તેઓએ ઉડુપી પોલીસનો સંપર્ક કર્યો. હત્યાના ચોક્કસ સંજોગો અને કારણો હજુ પણ સ્પષ્ટ નથી. શારજાહ પોલીસ દ્વારા વધુ તપાસમાં સત્ય બહાર આવવાની આશા છે.મૃતક, એલ્વિન પ્રકાશ કુંદર, છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો હતો. તેની પત્ની, ટીના અને પુત્ર હજુ પણ ગુમ છે. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.