Breaking News : ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ હુમલામાં ઘાયલ, રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ

ભારતના દુશ્મન એવા હાફિઝ સઈદ પાકિસ્તાનના પંજાબના જેલમ ખાતે અજાણ્યા લોકોએ કરેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો છે. પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનોને કેટલાક અજાણ્યા લોકો મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. આ અજાણ્યા લોકોએ કરેલા ગોળીબારમાં હાફિઝ સઈદને ઈજા પહોચવાની સાથે તેના ખાસ સાથી એવા અબુ કતાલનુ મોત થયું છે.

Breaking News : ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ હુમલામાં ઘાયલ, રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ
| Edited By: | Updated on: Mar 16, 2025 | 11:45 AM

મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનના જેલમમાં, અજાણ્યા લોકોએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયો હતો. તેને રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. સઈદ પાકિસ્તાની આર્મી કોર્પ્સ કમાન્ડર મંગલાને મળ્યા બાદ, પરત ફરી રહ્યો હતો તે સમયે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર આડેઘડ ગોળીબાર કર્યો હતો. જેમા તેના ખાસ સાથીદાર એવા અબુ કતલનુ મોત થયું છે.

મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનના જેલમમાં અજાણ્યા લોકોએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયો હતો. હાફિઝ સઈદને રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાફિઝ સઈદ પાકિસ્તાની આર્મી કોર્પ્સ કમાન્ડર મંગલાને મળ્યા બાદ પરત ફરી રહ્યો હતો. તે સમયે જ કેટલાક અજાણ્યા બંદૂકધારીએ તેમના પર આડેઘડ ગોળીઓ વરસાવી હતી. જેમા હાફિઝ સઈદના ખાસ સાથીદાર અને તેના ભત્રીજા અબુ કતલનુ મોત થયું હતું.

મુંબઈ 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ

હાફિઝ સઈદને 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આ હુમલામાં 160થી વધુ લોકોના મોત થયા હતા. 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં પણ હાફિઝ સઈદનો હાથ હતો. 2001માં સઈદ દ્વારા ભારતીય સંસદને પણ નિશાન બનાવવામાં આવી હતી. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં તેનો સમાવેશ થાય છે. મુંબઈ હુમલા બાદ ભારતે, હાફિઝ સઈદને સોંપી દેવા માટે પાકિસ્તાનને કહ્યું હતું, પરંતુ પાકિસ્તાન તેને આતંકવાદી માનવાનો સતત ઈન્કાર કરી રહ્યું છે.

અબુ કતલ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ

આ હુમલામાં માર્યો ગયેલ અબુ કતલ જમાત-ઉદ-દાવાનો ટોચનો કમાન્ડર હતો. હુમલામાં અબુ કતલના એક સાથીનું પણ મોત થયું હતું. અબુ કતલ જમ્મુ-કાશ્મીરમાં અનેક હુમલાની યોજના બનાવવા માટે જાણીતો હતો અને તે આતંકવાદી સંગઠનનો મહત્વનો ઓપરેટિવ હતો. કતલ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો. તે ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો.

આ પણ વાંચોઃ Breaking News : ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સાથીદાર અબુ કાતલ સિંઘીની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હત્યા