Breaking News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદમાં ધારા 144 લાગુ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મંગળવારને રોજ ઈમરાન ખાનની ભષ્ટાચારના આરોપમાં પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાનની ‘અલકાદિર ટ્રસ્ટ કેસ’માં ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ નેતા ઈમરાનની ધરપકડ બાદ તેના સમર્થકો નારાજ થઈ ગયા છે. પીટીઆઈએ ઈમરાનની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
Former Pakistan PM & PTI chief #ImranKhan has been arrested from outside the Islamabad High Court (IHC) by Rangers, reports #Pakistan‘s Dawn News#TV9News pic.twitter.com/phdihqURoA
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2023
તે જ સમયે, ઇમરાન ખાનની ધરપકડ પછી, ઇસ્લામાબાદ પોલીસે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. ઈસ્લામાબાદના આઈજીએ કહ્યું કે ઈમરાનની કદીર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ સ્થિતિ સામાન્ય છે. આઈજીએ જણાવ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટની બહાર ધરપકડ દરમિયાન ઝપાઝપીમાં ઈમરાનના વકીલને ખરાબ રીતે ઈજા થઈ છે.
ઈમરાનની પાર્ટીના નેતાઓએ શું કહ્યું?
પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ લોકોને ઘરની બહાર આવવાની અપીલ કરી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હુમલો થયો છે. ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ એ ન્યાયતંત્રને બંધ કરવા સમાન છે. ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને કહ્યું કે હાઈકોર્ટને રેન્જર્સ દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે અને વકીલો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે ઈમરાન ખાનની કારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી હતી.
પીટીઆઈના નેતા અઝહર મશવાનીએ આરોપ લગાવ્યો કે કોર્ટની બહાર રેન્જર્સ દ્વારા ઈમરાનનું ‘અપહરણ’ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટીએ તાત્કાલિક અસરથી દેશભરમાં દેખાવો શરૂ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે ઈમરાન ખાન પર અત્યાચાર થઈ રહ્યો છે. તેઓએ (રેન્જર્સ) ખાન સાહબને માર માર્યો છે. તેણે ખાન સાહબ સાથે કંઈક કર્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…