Breaking News : તિબેટમાં વધુ એક ડેમ તૂટ્યો, થોડી વારમાં આ વિસ્તારમાં પાણી આવશે

તિબેટમાં વધુ એક તળાવ તુટ્યું, નેપાળે પૂરની ચેતવણી જાહેર કરી છે, આ સાથે લોકોને ઉંચાઇ વાળા સ્થળો પર જવા અપીલ કરવામાં આવી રહી છે.ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.

Breaking News : તિબેટમાં વધુ એક ડેમ તૂટ્યો, થોડી વારમાં આ વિસ્તારમાં પાણી આવશે
Image Credit source: AI
| Updated on: Aug 28, 2026 | 12:24 PM

નેપાળ હજુ સુધી અગાઉના પૂરના વિનાશમાંથી બહાર આવ્યું નથી, અને નુવાકોટ જિલ્લો ફરી એકવાર મોટા પૂરના ભયનો સામનો કરી રહ્યો છે. ધુંડે બજાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી આપી છે. અધિકારીઓનું કહેવું છે કે પૂરના પાણી ભરાયા પછી આગામી 20 થી 25 મિનિટમાં આ વિસ્તારમાં પહોંચી શકે છે.

તિબેટમાં ફરી મોટી દુર્ઘટના

તિબેટમાં ફરી મોટી દુર્ઘટના સર્જાય છે. ડેમ તૂટતા અફરાતફરી મચી ગઈ છે.ત્વરીત અસરથી રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે.તિબેટમાં ડેમ તૂટવાની ઘટનાને ચીને સમર્થન આપ્યું છે.ચીન દ્વારા લેવલ-4નું એલર્ટ જાહેર કરાયું છે.નાગરિકોને ઉંચાઇ વાળા સ્થળો પર જવા અપીલ કરવામાં આવી રહી છે. એલર્ટ બાદ ધાદીંગ વિસ્તારને ખાલી કરાવાયો છે.

 

 

5.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

તમને જણાવી દઈએ કે, ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ચીનની ચેતવણી બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં બચાવ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. દરેકનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે લઈ જવાનું કહેવામાં આવ્યું છે.નેપાળના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન બાલેન શાહે તાત્કાલિક સમગ્ર નેપાળને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. નેપાળી વહીવટીતંત્ર ચીન સાથે સતત સંપર્કમાં છે.

તેમણે કહ્યું કે, વધુ એક વિનાશક પૂરના ભયને કારણે તમામ સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક શોધ કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવી છે. નેપાળના રાસુવા જિલ્લા વહીવટીતંત્રે નદી કિનારે રહેતા રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે, કારણ કે ચીનથી મળતા અહેવાલો તળાવ તુટી ગયું છે.

કુલ 23યાત્રાળુઓ ગુમ

ચીનના જળ સંસાધન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, ગુરુવાર સવાર સુધીમાં, તળાવમાં લગભગ 2 મિલિયન ઘન મીટર પાણી એકઠું થઈ ગયું હતું અને તે પહેલાથી જ છલકાઈ રહ્યું હતું. સરકારી બોડકાસ્ટર CCTVના રિપોર્ટ મુજબ આગામી 3 દિવસમાં તળાવમાં વધુ 3 મિલિયન ઘન મીટર પાણી વહેવાની શકયતા છે, જેનાથી તૂટવાનું જોખમ વધી ગયું છે. નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે.SEOCની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 23યાત્રાળુઓ ગુમ થયા છે અને તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

Breaking News : અચાનક આવેલા પૂરથી અત્યાર સુધીમાં 392 લોકોના મોત, 1,500 થી વધુ લોકો ગુમ અહી ક્લિક કરો

 

Published On - 12:11 pm, Fri, 28 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.